સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨૩ કરતો નથી, જાણે જ છે. પોતાને-સ્વને અને રાગને-પરને જાણતું સ્વપરપ્રકાશક જ્ઞાન તેને પોતાથી પ્રગટ થાય છે અને ત્યારે રાગ તેમાં નિમિત્ત છે.
-શાતાવેદનીય કર્મ જે બંધાય છે તે જડ પુદ્ગલની પર્યાય છે. એ અજીવ તત્ત્વ છે.
-દયા, દાન આદિ અનુકંપાનો રાગ થાય તે વિકારી ભાવ આસ્રવ તત્ત્વ છે.
-રાગથી ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકતત્ત્વ છે તે જીવતત્ત્વ છે.
-રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તે રાગનો કર્તા થાય છે. તે રાગ અને
તેનો (જડકર્મનો) નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
ભિન્ન ભિન્ન જાણે છે. તેથી તે રાગનો કર્તા નથી પણ જ્ઞાતા જ છે અને તેના
જ્ઞાનમાં રાગ અને જડ કર્મની પર્યાય નિમિત્ત થાય છે.
અહો! આચાર્યદેવે ગજબ વાત કરી છે. ૩૨-૩૩ ગાથામાં સોળ બોલ હતા. અહીં કર્મના આઠ બોલ વધારે છે; ૨૪ બોલ છે. ભાઈ! શાંતિથી સમજવું. કેટલાક રાડ પાડે છે કે ‘એકાન્ત છે, એકાન્ત છે;’ અરે ભાઈ! આ ચીજ શું છે તેની તને ખબર નથી. આ એકાન્ત છે પણ સમ્યક્ એકાન્ત છે.
‘વળી એવી જ રીતે ‘‘જ્ઞાનાવરણ’’ પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.’
‘દર્શનાવરણીય’ નામની એક જડકર્મની પ્રકૃતિ છે. પરમાણુમાં તે સમયે તે પ્રકૃતિ થવાની યોગ્યતાથી તે પર્યાય થઈ છે. તે સમયે દર્શનદોષ પોતામાં ઉત્પન્ન કરી તેનો જે કર્તા થાય છે તે દર્શનદોષ અને આત્માને એક માને છે. તે દર્શનદોષ દર્શનાવરણીય કર્મના બંધમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
ધર્મી જીવ સાત તત્ત્વને ભિન્ન ભિન્ન જાણે છે. અજીવ, આસ્રવ અને આત્મા ત્રણેને ભિન્ન ભિન્ન જાણે છે. અહીં ત્રણની મુખ્ય વાત છે. જ્ઞાનીને રાગ અને પરથી હું ભિન્ન જ્ઞાયક તત્ત્વ છું એમ ભેદજ્ઞાન થયું છે. રાગ અને પર અજીવ પદાર્થ હું નહિ; હું તો જ્ઞાતાદ્રષ્ટા છું. આવા જ્ઞાતાદ્રષ્ટાના જ્ઞાનપરિણમનમાં રાગ અને દર્શનાવરણીય કર્મ નિમિત્ત છે.