Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1203 of 4199

 

૧૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

* ગાથા ૧૦૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજરસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશકય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી.’

બહુ સરસ ગાથા છે. જેમ જગતકર્તા ઈશ્વર છે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે તેમ જૈન સંપ્રદાયમાં રહીને કોઈ એમ માને કે-હું શરીરને હલાવી શકું છું, ભાષા બોલી શકું છું, પર જીવની દયા પાળી શકું છું તો તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! પંચમહાવ્રતના જે પરિણામ છે તે શુભભાવ છે, આસ્રવ છે, જડ અચેતન છે, ઝેર છે. મોક્ષ અધિકારમાં શુભભાવને વિષકુંભ કહ્યો છે. તારી ચીજ તો અમૃતનો સાગર પ્રભુ અનાકુળ આનંદનો રસકંદ છે. અને શુભભાવ તો એનાથી વિપરીત ઝેર છે. આવા શુભભાવનો-ઝેરનો કર્તા થાય તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અરે! સમ્યગ્દર્શન શું ચીજ છે તેની લોકોને ખબર નથી!

અહીં કહે છે કે-જગતમાં જે કોઈ ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ જેટલી વસ્તુ છે તે બધી પોતાના દ્રવ્યમાં, ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે. આત્મા પોતાની પર્યાયમાં વર્તે છે અને જડ પોતાની (જડની) પર્યાયમાં વર્તે છે. આ શરીર હાલેચાલે તે શરીરની પર્યાય છે. શરીરના પરમાણુઓ શરીરની પર્યાયમાં વર્તે છે. આત્મા તેને હલાવે છે વા હલાવી શકે છે એ વાત તદ્ન ખોટી છે.

વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અત્યારે માર્ગ લોપ થઈ ગયો છે. લોકોએ બહારથી ઘણું-બધું વિપરીત માની લીધું છે. અહીં કહે છે કે ચૈતન્યસ્વરૂપ આત્મા નિજ રસથી જ નિજ દ્રવ્યમાં, નિજ ગુણમાં એટલે નિજ પર્યાયમાં અનાદિથી જ વર્તે છે. ચાહે નિર્મળ પર્યાય હો કે વિકારી પર્યાય હો, આત્મા નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તી રહ્યો છે. આ મહા સિદ્ધાંત છે.

જગતમાં સંખ્યાએ જેટલી વસ્તુ છે-ચેતન કે અચેતન-તે પ્રત્યેક વસ્તુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં અનાદિથી જ વર્તી રહી છે. પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં અનાદિથી વર્તી રહ્યા છે. મતલબ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયને કરતું નથી અને કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયમાં વર્તતું નથી. તેથી આત્મા શરીરની ક્રિયા કરી શકે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. આ પૈસા -ધૂળ જડ અજીવ તત્ત્વ છે. તે પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં વર્તે છે. તેનું આવવું -જવું તે પોતાની જડની ક્રિયા છે. છતાં હું (આત્મા) પૈસા કમાઈ શકું અને પૈસા યથેચ્છ ખર્ચી શકું એમ જે માને તે એનાં મિથ્યા ભ્રમ અને અજ્ઞાન છે. આત્મા