સમયસાર ગાથા-૧૦૬ ] [ ૧૬૭
મોક્ષહેતુપણાનો અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો સદ્ભાવ દર્શાવ્યો છે.’’ ભાઈ! આ જે કથન છે તે આરોપથી કરવામાં આવ્યું છે એમ સમજવું. આવો કથંચિત્ મોક્ષહેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ આદિરૂપ શુભભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશમાત્ર પણ પરિણમનમાં નહિ હોવાથી યથાર્થ મોક્ષહેતુ બીલકુલ પ્રગટયો જ નથી, વિદ્યમાન જ નથી. તો પછી તેના ભક્તિ આદિરૂપ શુભભાવોમાં આરોપ કોનો કરવો? જ્ઞાનીને પુણ્યભાવથી દેવલોકાદિ જે મળે તે કલેશ છે, દાહ છે; તે કાંઈ સુખ નથી. તેનો જ્યારે તે અભાવ કરશે ત્યારે પરમસુખસ્વરૂપ મોક્ષ પામશે.
જેમ હલવો, સાકર, ઘી અને આટામાંથી બને છે તેમ મોક્ષપદની પ્રાપ્તિ શુદ્ધ જ્ઞાન- દર્શન-ચારિત્રથી થાય છે. પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે, શુદ્ધ આત્મતત્ત્વને સ્પર્શીને જે જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે, સ્વરૂપમાં નિમગ્ન થઈને તેમાં જ લીન રહેવું, અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે. આ મોક્ષનો માર્ગ છે.
સોગાનીજી સૌ પ્રથમ આવ્યા ત્યારે આટલું જ કહેલું કે પરલક્ષે જે વિકલ્પ ઉઠે છે તેનાથી અંદર ભગવાન ભિન્ન છે. આ વાત સાંભળીને તેમને અંદર સ્વ તરફ ઢળી જવાની ધૂન ચઢી ગઈ. સમિતિના ઓરડામાં ઉંડું મંથન અને ધ્યાન કરતાં તેમને સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયું. તેઓ અલ્પ ભવમાં મોક્ષ જશે. તેઓએ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં લખ્યું છે કે-શુભરાગ આવે છે તે ધધકતી ભઠ્ઠી સમાન ભાસે છે. અહાહા...! નિર્મળાનંદસ્વરૂપ પોતે છે એવું જેને ભાન થયું તેને ભક્તિ આદિના શુભભાવનો રાગ કષ્ટરૂપ લાગે છે. જેમ સાકરના સ્વાદ સામે અફીણનો સ્વાદ કડવો લાગે છે તેમ અનુભવ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ જેને આવ્યો તેને શુભરાગનો સ્વાદ કડવો લાગે છે. જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે શુભભાવ ધર્મીને કલેશરૂપ, દુઃખરૂપ ભાસે છે.
અજ્ઞાનીના શુભભાવ અનર્થનું કારણ છે; તે પરંપરા મોક્ષનું કારણ નથી. સમ્યગ્દ્રષ્ટિના શુભભાવને ઉપચારથી મોક્ષનું પરંપરા કારણ કહેવાય છે, કેમકે રાગના ફળમાં તે સ્વર્ગના કલેશ ભોગવી, મનુષ્યગતિમાં આવી સ્વરૂપમાં ઠરવાનો ઉગ્ર પુરુષાર્થ કરીને મોક્ષપદ પામશે. આ પ્રમાણે ધર્મી જીવના શુભરાગને મોક્ષનો પરંપરા હેતુ ઉપચારથી જ કહેવામાં આવે છે.
અહીં કહે છે કે-યુદ્ધના પરિણામે યોદ્ધા પરિણમે છે; રાજા યુદ્ધના પરિણામે પરિણમતો નથી. રાજા તો આદેશ દઈ એકકોર બેઠો છે. આદેશના નિમિત્તે યુદ્ધના ભાવે પરિણમેલા યોદ્ધાઓ યુદ્ધ કરે છે. રાજા યુદ્ધમાં જોડાતો નથી. એવા રાજા વિષે ‘‘રાજાએ યુદ્ધ કર્યું’’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી. હવે કહે છે-‘તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે