સમયસાર ગાથા-૧૦૬ ] [ ૧૬૯ વચ્ચે અત્યંત અભાવ છે અને એક પરમાણુની પર્યાય અને બીજા પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે. સંયોગીદ્રષ્ટિવાળાને બધું એક ભાસે છે. પણ ભાઈ! અભાવ શું કરે? જડકર્મ બંધાય તે તે પર્યાયની જન્મક્ષણ છે. જડકર્મની પર્યાય સ્વતંત્ર પરમાણુથી થઈ છે; રાગના પરિણામથી કર્મની પર્યાય થઈ છે એમ છે જ નહિ.
આત્મા પરનું કાર્ય કરી શકતો નથી; આત્મા જડકર્મ બાંધતો નથી, જડકર્મને છોડતો નથી. પરને આત્મા શું કરે? ન જ કરે. ભાઈ! આવી સૂક્ષ્મ તત્ત્વદ્રષ્ટિ થયા વિના ધર્મ થવો સુલભ નથી. ભેદજ્ઞાન કરવું એ જ સાચો ઉપાય છે.
[પ્રવચન નં. ૧૭૯ * દિનાંક ૮-૯-૭૬]