Pravachan Ratnakar (Gujarati). Gatha: 108.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1237 of 4199

 

ગાથા–૧૦૮
कथमिति चेत्–
जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो।
तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।। १०८ ।।
यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः।
तथा जीवो व्यवहारत् द्रव्यगुणोत्पादको भणितः।। १०८ ।।

હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંતથી કહે છેઃ-
ગુણદોષઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી,
ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮.

ગાથાર્થઃ– [यथा] જેમ [राजा] રાજાને [दोषगुणोत्पादकः इति] પ્રજાના દોષ અને

ગુણનો ઉત્પન્ન કરનાર [व्यवहारात्] વ્યવહારથી [आलपितः] કહ્યો છે, [तथा] તેમ [जीवः] જીવને [द्रव्यगुणोत्पादकः] પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [व्यवहारात्] વ્યવહારથી [भणितः] કહ્યો છે.

ટીકાઃ– જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-

ભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ-‘તેમનો ઉત્પાદક રાજા છે’ એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્ય- વ્યાપકભાવનો અભાવ છે તોપણ-‘તેમનો ઉત્પાદક જીવ છે’ એવો ઉપચાર કરવામાં આવે છે.

ભાવાર્થઃ– જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના

ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.

* * *
સમયસાર ગાથા ૧૦૮ઃ મથાળું

‘હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંતથી કહે છેઃ-