૨૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
यदि पुद्गलद्रव्यमिदमपरिणामि तदा भवति।। ११६ ।।
संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा।। ११७ ।।
तानि स्वयमपरिणाममानानि कथं नु परिणामयति चेतयिता।। ११८ ।।
जीवः परिणामयति कर्म कर्मत्वमिति मिथ्या।। ११९ ।।
तथा तद्ज्ञानावरणादिपरिणतं जानीत तच्चैव।। १२० ।।
[बद्धं न] બંધાયું નથી અને [कर्मभावेन] કર્મભાવે [स्वयं] સ્વયં [न परिणमते] પરિણમતું નથી [यदि] એમ જો માનવામાં આવે [तदा] તો તે [अपरिणामि] અપરિણામી [भवति] ઠરે છે; [च] અને [कार्मणवर्गणासु] કાર્મણવર્ગણાઓ [कर्मभावेन] કર્મભાવે [अपरिणममानासु] નહિ પરિણમતાં, [संसारस्य] સંસારનો [अभावः] અભાવ [प्रसजति] ઠરે છે [वा] અથવા [सांख्यसमयः] સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
[परिणामयति] પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે [स्वयम् अपरिणममानानि] સ્વયં નહિ પરિણમતી એવી [तानि] તે વર્ગણાઓને [चेतयिता] ચેતન આત્મા [कथं नु] કેમ [परिणामयति] પરિણમાવી શકે? [अथ] અથવા જો [पुद्गलम् द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [स्वयमेव हि] પોતાની મેળે જ [कर्मभावेन] કર્મભાવે [परिणमते] પરિણમે છે એમ માનવામાં આવે, તો [जीवः] જીવ [कर्म] કર્મને અર્થાત્ પુદ્ગલદ્રવ્યને [कर्मत्वम्] કર્મપણે [परिणामयति] પરિણમાવે છે [इति] એમ કહેવું [मिथ्या] મિથ્યા ઠરે છે.
પુદ્ગલદ્રવ્ય [कर्म चैव] કર્મ જ [भवति] છે [तथा] તેવી રીતે [ज्ञानावरणादिपरिणतं] જ્ઞાનાવરણાદિરૂપે પરિણમેલું [तत्] પુદ્ગલદ્રવ્ય [तत् च एव] જ્ઞાનાવરણાદિ જ [जानीत] જાણો. _________________________________________________________________ * કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે-માટીનું કર્મ ઘડો. સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ] [ ૨૦૩