Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1276 of 4199

 

સમયસાર ગાથા-૧૨૧ થી ૧૨પ ] [ ૨૧પ

(उपजाति)
स्थितेति जीवस्य निरन्तराया
स्वभावभूता परिणामशक्तिः।
तस्यां स्थितायां स करोति भावं
यं स्वस्य तस्यैव भवेत्स कर्ता।। ६५ ।।

ટીકાઃ– જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો

તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “પુદ્ગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી ”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ-પુદ્ગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.

ભાવાર્થઃ– જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે

ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इति] આ રીતે [जीवस्य] જીવની [स्वभावभूता परिणामशक्तिः] સ્વભાવભૂત પરિણમનશક્તિ [निरन्तराया स्थिता] નિર્વિધ્ન સિદ્ધ થઈ. [तस्यां स्थितायां] સિદ્ધ થતાં, [सः स्वस्य यं भावं करोति] જીવ પોતાના જે ભાવને કરે છે [तस्य एव सः कर्ता भवेत्] તેનો તે કર્તા થાય છે.

ભાવાર્થઃ– જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે. ૬પ.

* * *