૨૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः।। ६६ ।।
ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તેજ મારું સ્વરૂપ છે-તેજ હું છું.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીદ્વેષી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.
જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ કહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ज्ञानिनः कुतः ज्ञानमयः एव भावः भवेत्] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [पुनः] અને [अन्यः न] અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય? [अज्ञानिनः कुतः सर्वः अयम् अज्ञानमयः] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [अन्यः न] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય? ૬૬.
જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છેઃ-
‘અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મ-સ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવો પોતે ‘‘આ હું ખરેખર રાગી છું, દ્વેષી છું (અર્થાત્ હું રાગ કરું છું, દ્વેષ કરું છું)’’ એમ (માનતો થકો) રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.’
સૂક્ષ્મ વાત છે પ્રભુ! અનંતકાળમાં એણે (જીવે) નિર્મળ ભેદજ્ઞાન કર્યું નથી.