Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1294 of 4199

 

સમયસાર ગાથા-૧૨૭ ] [ ૨૩૩ કળશ (૧૩૧) માં કહ્યું છે ને કે-

भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।

જે કોઈ આજ સુધીમાં મુક્તિ પામ્યા તે ભેદવિજ્ઞાનથી મુક્તિ પામ્યા છે. રાગથી પોતાનું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે એવા ભેદજ્ઞાનથી મુક્તિ પામ્યા છે. અને જે બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. પોતે શુદ્ધ જ્ઞાયકભાવરૂપ ચિદાનંદમય આત્મા અને રાગ પરરૂપ મલિન દુઃખરૂપ વિભાવ-એ બેની એકતાબુદ્ધિથી બંધાયા છે અર્થાત્ ચારગતિરૂપ સંસારમાં રખડયા કરે છે.

અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નથી. નવ તત્ત્વ કહ્યાં છે ને? એમાં આત્મ- તત્ત્વ ભિન્ન છે અને પુણ્ય-પાપ, આસ્રવ-બંધ તત્ત્વ ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ આસ્રવ અને બંધ તત્ત્વ છે અને ભગવાન આત્મા શુદ્ધજ્ઞાયક તત્ત્વ અબંધ તત્ત્વ છે. બન્ને ભિન્ન-ભિન્ન છે, પણ અજ્ઞાનીને સ્વપરનો-સ્વભાવ-વિભાવનો સમ્યક્ પ્રકારે વિવેક નથી. ‘સમ્યક્ પ્રકારે’-એમ કેમ કહ્યું? કે ધારણામાં તો એણે લીધું હતું કે રાગથી આત્મા ભિન્ન છે. અગિયાર અંગનો પાઠી થયો ત્યારે શાસ્ત્રની વાત ધારણામાં તો લીધી હતી કે રાગ છે તે પુણ્ય-પાપ તત્ત્વ છે, આસ્રવ-બંધ તત્ત્વ છે અને આત્મા એનાથી ભિન્ન જ્ઞાયક અબંધ તત્ત્વ છે. પણ સમ્યક્ પ્રકારે એટલે સ્વરૂપના લક્ષે એણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું નહિ. ગંભીર વાત છે ભાઈ! ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ ખૂબ સૂક્ષ્મ છે.

દુનિયામાં બીજે કયાંય માર્ગની આવી વાત છે નહિ. અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે તત્ત્વોની ભિન્નતાનો ઉપદેશ મળ્‌યો નથી. કદાચિત્ મળ્‌યો તો તેણે સમ્યક્ પ્રકારે સ્વપરની જુદાઈનું જ્ઞાન કર્યું નથી. રાગની ક્રિયા અને સ્વભાવની ક્રિયા બે ભિન્ન છે એવું શુદ્ધ ચૈતન્યના લક્ષે રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન કર્યું નથી. આ પ્રમાણે સ્વભાવ-વિભાવની ભિન્નતાનું ભાન નહિ હોવાથી સ્વપરના વિવેકના અભાવને કારણે મિથ્યાદ્રષ્ટિને અનાદિકાળથી આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. અહાહા...! અજ્ઞાની જીવને ભિન્ન આત્માની-શુદ્ધ ચૈતન્યની પ્રસિદ્ધિ અત્યંત આથમી ગઈ છે અર્થાત્ તે (મોહભાવ વડે) અંધ થઈ ગયો છે.

જુઓ, આ માલ-માલ વાત છે. દેવાધિદેવ ભગવાન જિનેશ્વરદેવની આ વાણી છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ સીમંધર ભગવાન પાસે ગયા હતા અને ત્યાંથી આવીને આ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ કહે છે-ભગવાન આત્મા અનંતગુણનો પિંડ આનંદમૂર્તિ પ્રભુ સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ છે. તેને ભૂલીને રાગમાં અહંબુદ્ધિ-એકતાબુદ્ધિ કરવાથી અજ્ઞાની જીવને આત્માની પ્રસિદ્ધિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. રાગ, પુણ્ય અને પાપની પ્રસિદ્ધિ આડે