Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1317 of 4199

 

૨પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

अज्ञानस्य स उदयो या जीवानामतत्त्वोपलब्धिः।
मिथ्यात्वस्य तूदयो जीवस्याश्रद्दधानत्वम्।। १३२ ।।
उदयोऽसंयमस्य तु यज्जीवानां भवेदविरमणम्।
यस्तु कलुषोपयोगो जीवानां स कषायोदयः।। १३३ ।।
तं जानीहि योगोदयं यो जीवानां तु चेष्टोत्साहः।
शोभनोऽशोभनो वा कर्तव्यो विरतिभावो वा।। १३४ ।।
एतेषु हेतुभूतेषु कार्मणवर्गणागतं यत्तुः।
परिणमतेऽष्टविधं ज्ञानावरणादिभावैः।। १३५ ।।
तत्खलु जीवनिबद्धं कार्मणवर्गणागतं यदा।
तदा तु भवति हेतुर्जीवः परिणामभावानाम्।। १३६ ।।
ગાથાર્થઃ– [जीवानाम्] જીવોને [या] જે [अतत्त्वोपलब्धिः] તત્ત્વનું અજ્ઞાન

(અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન) છે [सः] તે [अज्ञानस्य] અજ્ઞાનનો [उदयः] ઉદય છે [तु] અને [जीवस्य] જીવને [अश्रद्दधानत्वम्] જે (તત્ત્વનું) અશ્રદ્ધાન છે તે [मिथ्यात्वस्य] મિથ્યાત્વનો [उदयः] ઉદય છે; [तु] વળી [जीवानां] જીવોને [यद्] જે [अविरमणम्] અવિરમણ અર્થાત્ અત્યાગભાવ છે તે [असंयमस्य] અસંયમનો [उदयः] ઉદય [भवेत्] છે [तु] અને [जीवानां] જીવોને [यः] જે [कलुषोपयोगः] મલિન (અર્થાત્ જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે [सः] તે [कषायोदयः] કષાયનો ઉદય છે; [तु] વળી [जीवानां] જીવોને [यः] જે [शोभनः अशोभनः वा] શુભ કે અશુભ [कर्तव्यः विरतिभावाः वा] પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ [चेष्टोत्साहः] (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે [तं] તે [योगोदयं] યોગનો ઉદય [जानीहि] જાણ.

[एतेषु] આ (ઉદયો) [हेतुभूतेषु] હેતુભૂત થતાં [यत् तु] જે [कार्मणवर्गणागतं]

કાર્મણવર્ગણાગત (કાર્મણવર્ગણારૂપ) પુદ્ગલદ્રવ્ય [ज्ञानावरणादिभावैः अष्टविधं] જ્ઞાનાવરણાદિભાવોરૂપે આઠ પ્રકારે [परिणमते] પરિણમે છે, [तत् कार्मणवर्गणागतं] તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય [यदा] જ્યારે [खलु] ખરેખર [जीवनिबद्धं] જીવમાં બંધાય છે [तदा तु] ત્યારે [जीवः] જીવ [परिणामभावानाम्] (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો [हेतुः] હેતુ [भवति] થાય છે.

ટીકાઃ– તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં

સ્વાદરૂપ થતો (-સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવાં) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય