जीवात्पृथग्भूत एव पुद्गलद्रव्यस्य परिणामः–
एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा।। १३७ ।।
ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो।। १३८ ।।
यदि जीवेन सह चैव पुद्गलद्रव्यस्य कर्मपरिणामः।
एवं पुद्गलजीवौ खलु द्वावपि कर्मत्वमापन्नौ।। १३७ ।।
एकस्य तु परिणामः पुद्गलद्रव्यस्य कर्मभावेन।
तज्जीवभावहेतुभिर्विना कर्मणः परिणामः।। १३८ ।।
જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ-
તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે! ૧૩૭.
જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮.
સાથે જ [कर्मपरिणामः] કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો [एवं] એ રીતે [पुद्गल–जीवौ द्वौ अपि] પુદ્ગલ અને જીવ બન્ને [खलु] ખરેખર [कर्मत्वम् आपन्नौ] કર્મપણાને પામે. [तु] પરંતુ [कर्मभावेन] કર્મભાવે [परिणामः] પરિણામ તો [पुद्गगलद्रव्यस्य एकस्य] પુદ્ગલદ્રવ્યને એકને જ થાય છે [तत्] તેથી [जीवभावहेतुभिः विना] જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ [कर्मणः] કર્મનું [परिणामः] પરિણામ છે.
પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), કર્મરૂપ પરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને