किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह–
सुद्धणयस्स दु जीवे अबद्धपुट्ठं हवदि कम्मं।। १४१ ।।
शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म।। १४१ ।।
‘આત્માનાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ છે’-તે હવે નયવિભાગથી કહે છેઃ-
પણ બદ્ધસ્પૃષ્ટ ન કર્મ જીવમાં–કથન છે નય શુદ્ધનું. ૧૪૧.
ગાથાર્થઃ– [जीवे] જીવમાં [कर्म] કર્મ [बद्धं] (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [च] તથા [स्पृष्टं] સ્પર્શાયેલું છે [इति] એવું [व्यवहारनयभणितम्] વ્યવહારનયનું કથન છે [तु] અને [जीवे] જીવમાં [कर्म] કર્મ [अबद्धस्पृष्टं] અણબંધાયેલું, અણસ્પર્શાયેલુ [भवति] છે એવું [शुद्धनयस्य] શુદ્ધનયનું કથન છે.
ટીકાઃ– જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
‘આત્મામાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ છે’-તે હવે નયવિભાગથી કહે છેઃ-
‘જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે.’
જુઓ, આ વાસ્તવિક તત્ત્વ પામવાની રીત શું છે તે બતાવે છે. જ્ઞાનસ્વરૂપી ચૈતન્યમય પ્રભુ આત્મા અને જડ પુદ્ગલકર્મ-એ બેને એકબંધપર્યાયપણાથી અર્થાત્ બંનેને વર્તમાન પર્યાયની દ્રષ્ટિથી જોતાં અર્થાત્ બંનેને નિમિત્તના સંબંધવાળી બંધપર્યાયથી જોતાં