૨૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ એક ભાઈને લગ્ન પ્રસંગે બરફી, જલેબી વગેરે મીઠાઈ ખાતાં ખાતાં શરીરની સ્થિતિ બગડી; ડબલ ન્યુમોનિયા થઈ ગયો. અંદર પીડાનો પાર નહિ, દેહ છૂટવાની તૈયારી. તે વખતે તેની પત્ની ઘરના દરદાગીના, તેની ચાવીઓ વગેરેની પૂછપરછ કરવા લાગી. આ બાજુ દર્દીને અસહ્ય વેદનાને કારણે આંખમાંથી ચોધાર આંસુ વહી જતાં હતાં તેવા પ્રસંગે ધર્મના બે શબ્દ સંભળાવવાને બદલે પત્ની ઘરની પૂછપરછ કરતી હતી. કેવી વિચિત્રતા! જુઓ, આ સંસાર! નિયમસારમાં કહ્યું છે કે-તને જે કુટુંબીજનો મળ્યાં છે તે ધૂતારાની ટોળી છે. ‘स्वाजीवनाय मिलितं विटपेटकं ते’ પોતાની આજીવિકા અર્થે ધૂતારાની ટોળી મળી છે. સંસારમાં બધાં સ્વાર્થનાં જ સગાં છે. અરે ભાઈ! ક્ષણમાં દેહ છૂટી જશે. જગતમાં કોઈ શરણ નથી. શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ એક જ શરણ છે એમ સમજી આ મનુષ્યભવમાં પોતાનું હિત કરી લેવા જેવું છે.
આચાર્યદેવ વ્યવહારને તો ગૌણ કરાવતા આવ્યા છે અને હવે કહે છે કે-જે કોઈ શુદ્ધનયનો પક્ષપાત કરશે તે પણ શુદ્ધસ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? હું રાગવાળો છું, પુણ્યવાળો છું, વ્યવહારનું પાલન કરનારો છું-એમ જેની દ્રષ્ટિ છે એની તો વાત જ શી? એ તો આત્માનુભવથી દૂર છે જ. અહીં તો એમ કહે છે કે જે શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તેને આત્માનુભવ પ્રગટ નહિ થાય, વીતરાગતા નહિ થાય. ઝીણી વાત છે, ભાઈ! પહેલાં વ્યવહારને તો ગૌણ કરી તેનો નિષેધ કરાવ્યો છે. હવે શુદ્ધનયના પક્ષપાતને- વિકલ્પને પણ છોડવાની વાત કરે છે.
ભાઈ! તું તારી દયા કર! તું જેવડો છે તેવડો તને માન; ઓછો કે અધિક માનીશ તો તારી દયાને બદલે તારી હિંસા થશે. ભાઈ! આ જુવાની ઝોલાં ખાય છે; કયારે દેહ છૂટી જશે એનો શું ભરોસો? આ દેહ તારી ચીજ નથી. દેહમાં તું નથી અને તારામાં દેહ નથી. દેહ તને અડતોય નથી. અને દેહ સંબંધી મમતાના જે વિકલ્પ થાય છે તેય તને અડતા નથી. ખરેખર તો વિકલ્પરહિત નિર્વિકલ્પ તારું સ્વરૂપ છે. અહીં કહે છે-હું નિર્વિકલ્પ છું એવા શુદ્ધનયનો પણ પક્ષપાત કરીશ તો તને પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. હવે કહે છે-
‘પક્ષપાતને છોડી ચિન્માત્રસ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગદશા પ્રાપ્ત કરવી યોગ્ય છે.’
‘मूढः’ જીવ મૂઢ (મોહી) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. આ કર્તા-કર્મનો અધિકાર સૂક્ષ્મ છે. કહે છે-જીવ મૂઢ છે, મોહી છે એવો વ્યવહારનયનો એક