૩૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ હોય તો આત્મા જેમ નિત્ય છે તેમ દેહ પણ નિત્ય થઈ જાય, દેહાવસાન ન થાય, મરણ ન થાય. પણ એમ છે નહિ, કેમકે દેહ આત્માથી ભિન્ન છે, આત્મા દેહથી ભિન્ન છે. આવો આત્મા છે તેમાં નયપક્ષનો વિકલ્પ ઊઠાવે તો ભગવાનના વિરહ પડી જાય છે, આત્મા દૂર રહી જાય છે, અર્થાત્ અનુભવમાં આવતો નથી. પરંતુ નયપક્ષનો ત્યાગ કરીને જે આત્મસન્મુખ થાય છે તે નિજાનંદરસને અનુભવે છે. એ જ કહે છે-
નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. જેણે નય-પક્ષના વિકલ્પોને છોડી દીધા છે તે ધર્મી જીવ પક્ષપાતરહિત થઈને પોતાના ચૈતન્ય-સ્વરૂપને જેવું છે તેવું સદાય અનુભવે છે, ધર્મી જીવ પોતાના ચૈતન્યતત્ત્વને વેદે છે, પણ વિકલ્પને વેદતો નથી.
સમયની દશા જેટલો સાંત એટલે અંતસહિત છે એવો વ્યવહારનયનો પક્ષ છે. એક સમયની અવસ્થા જેટલો જ જીવ છે, જીવ ક્ષણિક છે એવો બૌદ્ધ આદિનો એકાંત મત છે. એ તો મિથ્યાત્વ છે. તેઓ ત્રિકાળી ચીજને માનતા જ નથી. અહીં તો એક સમયની દશાને દેખીને જીવ સાંત છે એમ માનવું તે વ્યવહારનયનો પક્ષ છે. એનો નિષેધ તો પહેલેથી કરતા આવ્યા છીએ. હવે કહે છે-
ત્રિકાળ ધ્રુવ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એમ ત્રિકાળ ધ્રુવ છે એ વાત તો સાચી છે પણ એવો વિકલ્પ ઉઠાવવો તે નયપક્ષ છે અને તે વસ્તુની અંદર પ્રવેશ કરવામાં વિઘ્ન કરનાર છે.
પક્ષપાત છે. હું સાંત છું, પર્યાય જેવડો છું એવો વ્યવહારનયનો જે પક્ષ છે તેનો તો નિષેધ પહેલેથી કરાવ્યો છે. અહીં હું અનાદિ અનંત ધ્રુવ ચૈતન્યધામ છું એવો નિશ્ચયના પક્ષનો જે વિકલ્પ છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે.
ભગવાન આત્મા ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળ સત્ મોજુદગીવાળી સચ્ચિદાનંદસ્વરૂપ ચીજ છે. આવી ચીજ સાંત નથી, ત્રિકાળ છે એ સત્યાર્થ છે. પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે, વસ્તુનો અનુભવ થવામાં બાધારૂપ છે. પક્ષ છે ને! તે અનુભવ થવામાં વિઘ્ન-કર્તા છે માટે તેનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે. ચિત્સ્વરૂપ જીવ વિકલ્પ સાથે