Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1390 of 4199

 

સમયસાર ગાથા-૧૪૩ ] [ ૩૨૯

(स्वागता)
चित्स्वभावभरभावितभावा–
भावभावपरमार्थतयैकम्।
बन्धपद्धतिमपास्य समस्तां
चेतये समयसारमपारम्।। ९२ ।।

ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યગ્જ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે. ભાવાર્થઃ– જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઇ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.

તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છેઃ-
શ્લોકાર્થઃ– [चित्स्वभाव–भर–भावित–भाव–अभाव–भाव–परमार्थतया एकम्]

ચિત્સ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે (-કરાય છે) -એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [अपारम् समयसारम्] અપાર સમયસારને હું, [समस्तां बन्धपद्धतिम्] સમસ્ત બંધપદ્ધતિને [अपास्य] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [चेतये] અનુભવું છું.

ભાવાર્થઃ– નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા

સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. ‘હું અનુભવ છું’ એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું. ૯૨.

* * *
સમયસાર ગાથા ૧૪૩ઃ મથાળું

‘પક્ષાતિક્રાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?’ એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

જુઓ, શિષ્યનો પ્રશ્ન છે કે જેને નયપક્ષના વિકલ્પ છૂટી ગયા છે તેનું શું સ્વરૂપ છે? નિશ્ચયના પક્ષને ઓળંગી ગયો છે માટે વસ્તુ અંદર નિશ્ચયથી કાંઈ જુદી