૩૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ છે એમ કોઈ માને તો એમ નથી. વસ્તુ તો અબદ્ધસ્પષ્ટ, એક, ચૈતન્યઘનસ્વરૂપ જ છે. અહાહા...! ભગવાન આત્મા ત્રિકાળ જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ છે. આત્મા (અન્યરૂપ) કષાયવાળો કેમ હોય? આત્મા સદાય નિર્વિકાર, અકષાયસ્વરૂપ છે. અકષાયસ્વરૂપ કહો કે ચારિત્રસ્વરૂપ કહો-બંને એક જ વાત છે. તેના આશ્રયથી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. કહ્યું છે ને કે (ગાથા ૨૭૨માં)-
આ વસ્તુ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયની વાત છે. આ વીતરાગ માર્ગ છે, જૈનદર્શન છે. જૈનદર્શન એટલે વસ્તુદર્શન. અહીં વસ્તુ નહિ, વસ્તુનો વિકલ્પ છોડવાની વાત છે.
અહીં નિશ્ચય વસ્તુ નહિ, પણ નિશ્ચયનો પક્ષ-વિકલ્પ જેને છૂટી ગયો છે તે પક્ષાતિક્રાન્તનું શું સ્વરૂપ છે એવા પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રદેવ ભગવાન કેવળીનું દ્રષ્ટાંત આપી સમજાવે છે-
‘જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈ ને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી.’
અહીં છ બોલથી વર્ણન કર્યું છે.
૧. કેવળી ભગવાન વિશ્વના સાક્ષી છે,
૨. શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. કેવળી ભગવાનને વ્યવહાર-નિશ્ચયનય છે નહિ, ફક્ત જ્ઞાતાપણે તેમના સ્વરૂપને જ જાણે છે. શ્રુતજ્ઞાન પ્રમાણ અવયવી છે અને નિશ્ચય અને વ્યવહાર નય તેના બે અવયવ છે. કેવળી ભગવાનને કેવળજ્ઞાન પૂર્ણપ્રમાણ છે, શ્રુતજ્ઞાન નથી. માટે કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત નિશ્ચય વ્યવહારનયના સ્વરૂપને જ કેવળ જાણે છે,
૩. કેવળી ભગવાન નિરંતર પ્રકાશમાન સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા છે; તેથી-
૪. શ્રુતજ્ઞાનની ભૂમિકાને અતિક્રમ્યા છે, અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા છે; શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે-
પ. સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે; માટે