૩૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ વાત યથાર્થ નથી. અહીં તો સ્પષ્ટ વાત છે કે સમ્યગ્દર્શન એક જ પ્રકારનું વીતરાગભાવસ્વરૂપ જ છે. વિકલ્પ વિનાની નિર્વિકલ્પ સ્વાનુભૂતિ તે વીતરાગી દશા છે. આવો અનુભવ કરે ત્યારે ભાવશ્રુતજ્ઞાની કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે (-કરાય છે)-એવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા-
શું કહ્યું? આત્મા ચિત્સ્વભાવનો પુંજ છે. એમાં સંસારના વિકલ્પો નથી. ઉદયભાવના વિકલ્પોથી માંડીને જગતની બીજી બધી ચીજોથી રહિત આત્મા ચિત્સ્વભાવનો પુંજ છે. તે ચૈતન્યપુંજ વડે એટલે ત્રિકાળી જે ચીજ છે એના વડે પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે, કરાય છે એમ કહે છે. અહાહા...! ત્રિકાળી જ્ઞાયક ચૈતન્યસ્વભાવભાવરૂપ જે પરમાત્મા તેના વડે નવી અવસ્થા જે ઉત્પન્ન થાય તે ઉત્પાદ, જૂનીનો અભાવ થાય તે વ્યય અને ટકીને રહે તે ધ્રુવસ્વભાવ અનુભવાય છે, કરાય છે.
એકલો જ્ઞાનસ્વભાવ કે જેમાં રાગ નથી, પર્યાય પણ નથી એવા જ્ઞાનપુંજ વડે પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે. કોઈ રાગના વિકલ્પથી કે અન્ય નિમિત્તથી ઉત્પાદ, વ્યય કરાય કે ધ્રુવ જણાય એવું એનું સ્વરૂપ નથી. ‘ચિત્સ્વભાવ-ભર’ એમ કહ્યું છે ને! ગાડામાં જે ઘાસ ભરે તેને ‘ભર’ કહે છે. એમ ભગવાન આત્મા ચિત્સ્વભાવનો ભર એટલે ચિત્સ્વભાવનો પુંજ છે. તે ચિત્સ્વભાવના પુંજ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. વિકલ્પને કરવો પણ નથી, ટાળવો પણ નથી. અહીં તો પોતાની નિર્મળ પર્યાયથી ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયથી વ્યય થાય અને વસ્તુ ધ્રુવપણે રહે -એમ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને એ કરે છે. ગજબ વાત છે!
કર્તા-કર્મ અધિકાર છે ને? આત્મા ચૈતન્યપુંજ પ્રભુ ન કરે રાગને, ન કરે જગતની કોઈ અન્ય ચીજના કાર્યને; તે કરે એક માત્ર પોતાના સ્વરૂપને. અહાહા...! ચિત્સ્વભાવનો પુંજ આત્મા છે. તે વડે ‘ભાવ’ એટલે ઉત્પાદ, ‘અભાવ’ એટલે વ્યય અને ‘ભાવ’ એટલે ધ્રૌવ્ય- એમ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે, સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવનો અનુભવ કરે ત્યારે આમ થાય છે એમ કહે છે. જુઓ, વ્યવહારના વિકલ્પથી કરાય એ વાત તો કાઢી નાખી, પણ હું શુદ્ધ છું, પૂર્ણ છું-એવા નિશ્ચયના વિકલ્પથી પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય એ વાત પણ કાઢી નાખી.