સમયસાર ગાથા-૧૪૩ ] [ ૩૩૭ છું, હિતોપદેશી છું-એવો કેવળી ભગવાનને વિકલ્પ નથી. કેવળજ્ઞાન વડે ભગવાન વિશ્વના અનંત પદાર્થોને, પ્રત્યેકને, દ્રવ્ય-ગુણ-પર્યાયસહિત ભિન્ન ભિન્ન સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે છે; પણ ત્યાં વિકલ્પ નથી. તે કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અંશરૂપ નયપક્ષના સ્વરૂપના પણ સાક્ષી એટલે જ્ઞાતા-દ્રષ્ટા છે. હું દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે પણ શુદ્ધ-એવા નયપક્ષના વિકલ્પ ભગવાનને નથી. ભગવાનને તો કેવળજ્ઞાન છે અને તે વડે નયપક્ષના સ્વરૂપના તે જ્ઞાતામાત્ર જ છે. તેમ પ્રથમ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ભાવશ્રુતજ્ઞાની સમસ્ત નયપક્ષના વિકલ્પથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્રભાવનું અનુભવન કરે છે તે વખતે તે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે.
હવે કહે છે-‘એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય.’
પર્યાયમાં બદ્ધ છે, દ્રવ્યે અબદ્ધ છે-એ જેમ છે તેમ માને નહિ અને એકાંતે એક પક્ષને ગ્રહણ કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયમાં અશુદ્ધતા છે એમ વ્યવહારનયનો પક્ષ છે અને દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એમ નિશ્ચયનયનો પક્ષ છે. હવે જો એક નયને માને અને બીજા નયને ન માને તો મિથ્યાદ્રષ્ટિ છે. વસ્તુ દ્રવ્ય પર્યાયસ્વરૂપ છે તેમાં એકને જ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. ભલે જૈનનો સાધુ કે શ્રાવક નામ ધરાવતો હોય, પણ હું ત્રિકાળ, શુદ્ધ ચૈતન્યમય આનંદકંદ પ્રભુ છું એમ જાણે નહિ અને વ્રતાદિના શુભરાગને માત્ર ગ્રહણ કરે તો તે (વ્યવહારાભાસી) મિથ્યાદ્રષ્ટિ છે. વળી આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે એમ કહે પણ પર્યાયમાં રાગાદિ છે એને સ્વીકારે નહિ તો તે પણ (નિશ્ચયાભાસી) મિથ્યાદ્રષ્ટિ છે. વળી બન્ને પક્ષને ગ્રહે પણ આત્માને ગ્રહે નહિ તો તે પણ વિકલ્પના ફંદમાં ફસાયેલો મિથ્યાદ્રષ્ટિ છે. જૈન થવામાં તો આ શરત છે કે કોઈ પણ નયપક્ષને ન ગ્રહતાં આત્માને જ ગ્રહવો.
હવે કહે છે-‘પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે.’
શુદ્ધ, અખંડ, એકરૂપ આનંદસ્વરૂપ હું જ્ઞાયક છું એવું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારનયના પક્ષને ગૌણ કરી, નિશ્ચયનયને મુખ્ય કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વરહિત માત્ર ચારિત્રમોહનો રાગ રહે. અનુભવ થયા પછી પણ હું શુદ્ધ છું એવો જે પ્રધાનપણે પક્ષ રહે તે રાગરૂપ ચારિત્રનો દોષ છે. (તેને જ્ઞાની યથાવત્ જાણે છે અને સ્વભાવનો ઉગ્ર આશ્રય કરી દૂર કરે છે).
હવે કહે છે-‘અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું’
ત્યારે કોઈ કહે કે સમ્યગ્દર્શન સરાગ અને વીતરાગ એમ બે પ્રકારનું છે તો તે