Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1418 of 4199

 

સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩પ૭

આખું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એની સન્મુખ થતાં તે તત્કાળ નિજરસથી જ પ્રગટ થાય છે; આદિ-મધ્ય-અંતરહિત, અનાદિ અનંત પરમાત્મરૂપ સમયસાર તે વખતે જ સમ્યક્પણે શ્રદ્ધાય છે, જણાય છે. વસ્તુ તો ત્રિકાળ છે, ને છે. પહેલાં ન હતો અને હવે થયો એમ નથી. પર્યાયમાં પ્રસિદ્ધિ આવી છે છે ત્યાં પ્રસિદ્ધિમાં આવી એવી ચીજ જે છે એ તો આદિ-મધ્ય- અંતરહિત ત્રિકાળ છે. અનાદિથી ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદના સ્વરૂપે જ છે. આવો તે નિર્મળાનંદનો નાથ પ્રભુ શ્રુતના વિકલ્પોની આકુળતાને છોડીને નિરાકુળ આનંદરૂપે પર્યાયમાં પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં નિરાકુળ આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. અનાકુળ, કેવળ એક આખાય વિશ્વના ઉપર જાણે તરતો હોય તેમ જ્ઞાની નિજ આત્માને અનુભવે છે. કેવળ એકને જ અનુભવે છે-એટલે કે આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ ત્યાં અનુભવમાં નથી.

કેવળ એક એવો જે જ્ઞાયકસ્વભાવભાવ આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એમ પરમાત્મરૂપ સમયસારને જ્ઞાની અનુભવે છે. વિકલ્પથી માંડીને આખો જે લોકાલોક તેનાથી ભિન્ન ભગવાન આત્મા તરતો હોય એમ જ્ઞાની અનુભવે છે. ભાઈ! આ ભગવાનની સીધી વાણીનો સાર છે. કહે છે-આખા વિશ્વ ઉપર જાણે તરતો હોય એવો એટલે કે વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાની અનુભવે છે. ભિન્ન છું કે અભિન્ન છું એવો વિકલ્પ પણ એમાં કયાં છે? આ અનુભવ કરું છું એવું પણ ત્યાં અનુભવમાં નથી. પાણીનું ગમે તેટલું દળ હોય છતાં તુંબડી તો ઉપર તરે છે, તેમ વિકલ્પથી માંડીને આખા લોકાલોકથી ભગવાન આત્મા ભિન્નપણે જાણે તરતો હોય એવું જ્ઞાનીને અનુભવાય છે.

સમજાય એટલું સમજો, બાપુ! બાર અંગનો સાર આ છે. સમ્યગ્દર્શન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એની આ વાત ચાલે છે. ચારિત્ર તો બહુ આગળની વાત છે, પ્રભુ! કહે છે- ભગવાન આત્મા સદા સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે. નાટક સમયસારમાં આવે છે કે-

‘‘ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો.’’

ભગવાન આત્મા સદાય સિદ્ધસ્વરૂપ છે. તેમાં સંસારના વિકલ્પ તો દૂર રહો, નયપક્ષના વિકલ્પ પણ એના સ્વરૂપમાં નથી. આવા નિજસ્વભાવ તરફ ઝુકવાથી આત્મા નિજરસથી જ પ્રગટ થાય છે. રાગ અને નયના વિકલ્પથી તે પ્રસિદ્ધ થાય એવી ચીજ તે નથી. અહો! જૈનદર્શન-વીતરાગદર્શન કોઈ અલૌકિક ચીજ છે! આ વાત બીજે કયાંય છે નહિ.

દિગંબર સંતો કહે છે-ભગવાન! તારી વર્તમાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પર્યાય પર તરફ ઝુકે છે તેથી તને પરપદાર્થની પ્રસિદ્ધિ થાય છે. હવે સ્વપદાર્થની પ્રસિદ્ધિ માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના તત્ત્વને અંતરસ્વભાવ તરફ વાળીને સ્વસન્મુખ