Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1441 of 4199

 

૩૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

વ્યવહારથી નિશ્ચય થાય એવું જે શાસ્ત્રમાં કથન આવે છે એ તો આરોપથી ત્યાં વાત કરેલી છે; ખરેખર એમ છે નહિ. ક્ષુલ્લક શ્રી ધર્મદાસજીએ હાથીના દાંતનું દ્રષ્ટાંત આપ્યું છે કે હાથીને ચાવવાના દાંત જુદા હોય છે અને બહારના દેખાડવાના દાંત જુદા હોય છે. તેમ વ્યવહારનાં કથન શાસ્ત્રમાં આવે તેથી શું? એ તો આરોપનાં ઉપચારકથન છે, એ કાંઈ વસ્તુસ્વરૂપ નથી.

ભગવાન આત્માની સન્મુખ થઈને જેને જ્ઞાન, શ્રદ્ધાન અને શાન્તિની ક્રિયાનું પરિણમન થયું છે તેને રાગની ક્રિયાનો હું કર્તા છું એમ નથી; એમ નથી માટે એને કરોતિ ક્રિયાનું કર્તાપણું ભાસતું નથી. જુઓ, ભરતચક્રવર્તીને છ ખંડનું રાજ્ય, છન્નુ હજાર રાણીઓ, છન્નુ ક્રોડ પાયદળ ઇત્યાદિ મહા વૈભવ બહારમાં હતો, છતાં તેમને અંતરમાં જ્ઞાતાપણાનું પરિણમન થઈ રહ્યું હતું. ‘ભરત ઘરમેં વૈરાગી’ એમ કહેવાય છે ને! મતલબ કે આવા સમૃદ્ધ વૈભવના સંયોગ વચ્ચે પણ તેઓ અંદરમાં ઉદાસ ઉદાસ હતા. જ્ઞાનીનું અંતર તો જ્ઞાનપરિણમનથી સમૃદ્ધ હોય છે. જેમ નાળિયેરમાં અંદર કાચલીથી ગોળો છૂટો પડી જાય તેમ જ્ઞાનીને અંદર ચૈતન્યગોળો રાગથી છૂટો પડી ગયો હોય છે અને તેથી તેને જાણવા-દેખવાની ક્રિયા હોય છે પણ તેમાં રાગના કર્તાપણાની ક્રિયા હોતી નથી; અને હોતી નથી માટે ભાસતી નથી.

પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને રાગ થતો જ નથી?

ઉત્તરઃ– ના, એમ નથી. જ્ઞાનીને રાગ થાય છે પણ તે રાગની ક્રિયા મારી છે એમ તેને ભાસતું નથી. આ ચોથા ગુણસ્થાનની વાત છે. પુરુષાર્થની કચાશને લઈને અલ્પ રાગની રચના થાય છે પણ તે ક્રિયા મારી છે, હું તેનો કરનારો છું એમ સમ્યગ્દ્રષ્ટિ માનતો નથી. જ્ઞાનીને જ્ઞાનની રચના થાય છે એમાં રાગની રચના ભાસતી નથી. મતલબ કે જે રાગ થાય છે તેનો ધર્મી સ્વામી નથી. ‘ભાસતી નથી’ એનો અર્થ એમ છે કે જે અલ્પ રાગ થાય છે એનો જ્ઞાની સ્વામી નથી. જેમ જાણવાના પરિણમનનો સ્વામી છે તેમ તે રાગની ક્રિયાનો સ્વામી નથી. આત્મામાં એક સ્વ-સ્વામિત્વ નામની શક્તિ છે. પોતાનાં દ્રવ્ય-ગુણ અને શુદ્ધ પર્યાય તે સ્વ; અને જ્ઞાની તેનો સ્વામી છે. અશુદ્ધતાનો સ્વામી જ્ઞાની નથી.

અરે ભાઈ! આત્મામાં એવો એકેય ગુણ નથી કે તેને અશુદ્ધતા થાય. પરવશપણે પરના લક્ષે પર્યાયમાં અશુદ્ધતા થાય છે. પર કરાવે છે એમ નહિ, પણ પરનો-નિમિત્તનો પોતે આશ્રય કરે છે માટે પર્યાયમાં અશુદ્ધતા થાય છે. (અશુદ્ધતા પણ પર્યાયનો ધર્મ છે), પરંતુ જ્ઞાની તેનો સ્વામી થતો નથી.

ધર્મીને જે રાગની ક્રિયા થાય છે તેનું જ્ઞાન થાય છે; કેમકે જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જે પ્રકારે ત્યાં રાગદ્વેષ, વિષયવાસના આદિ ભાવ ઉત્પન્ન થાય તે કાળે તેનું જ્ઞાન