૩૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
ભગવાનની ભક્તિમાં ભક્તો કહે છે ને-કે ભગવાન! આપ સિદ્ધ છો, મને સિદ્ધપદ દેખાડો. ત્યાં સામેથી પડઘો પડે છે કે-આપ સિદ્ધ છો, તું તારામાં સિદ્ધપદ જો. અહાહા...! આવો આત્મા સ્વભાવે સિદ્ધસ્વરૂપ છે, કેવળજ્ઞાનસ્વરૂપ છે. તેમાં અંતર્નિમગ્ન થઈ સ્થિત થતાં પર્યાયમાં વ્યક્ત સિદ્ધસ્વરૂપ થઈ જાય છે.
ભગવાન! તને આત્માના સામર્થ્યની ખબર નથી. આત્મા ચિત્શક્તિઓના અર્થાત્ જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહના ભારથી ભરેલી ગંભીર જ્ઞાનજ્યોતિસ્વરૂપ વસ્તુ છે. જેના બે વિભાગ ન થાય તેવા આખરી સૂક્ષ્મ અંશને અવિભાગ પરિચ્છેદ કહે છે. એવા અનંત અનંત અવિભાગ અંશનો પિંડ તે જ્ઞાન છે. એવા ચિત્શક્તિના સમૂહના ભારથી ભરેલી જ્ઞાનની જ્યોત પ્રભુ આત્મા છે. અહીં કહે છે-તે જ્ઞાનજ્યોતિ ‘अन्तः उच्चैः तथा ज्वलितम्’ અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે ‘यथा कर्ता कर्ता न भवति’ આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી; ‘यथा ज्ञानं ज्ञानं भवति च’ વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને ‘पुद्गलः पुद्गलः अपि’ પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે.
અજ્ઞાનમાં પહેલાં રાગનો અને પરનો કર્તા માનતો હતો તે હવે જ્યાં પોતાના જ્ઞાનસ્વરૂપ થયો ત્યાં કર્તા થતો નથી. વળી રાગના નિમિત્તે જે પુદ્ગલ કર્મરૂપે થતું હતું તે હવે અજ્ઞાન મટતાં પુદ્ગલ કર્મરૂપ થતું નથી. અહીં પોતે રાગનો કર્તા થતો નથી, અને ત્યાં પુદ્ગલ કર્મરૂપ થતું નથી. વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે, અને પુદ્ગલરૂપ જ રહે છે. ભગવાન ચિદ્ઘન ચિદ્ઘન જ રહે છે. બે જુદાં જાણ્યાં તેનું નામ ભેદજ્ઞાન છે અને તેનું ફળ કેવળજ્ઞાન છે, સિદ્ધપદ છે.
‘આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્ગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિક ભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે.’
અજ્ઞાનઅવસ્થાને લઈને વિકાર થતો હતો અને તેના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપે બંધાતું હતું. વળી કર્મનો ઉદય આવતાં તેના નિમિત્તે વિકારરૂપ પરિણમતો હતો અને નવાં કર્મ બંધાતાં હતાં. પરંતુ હવે જ્ઞાનભાવ પ્રગટ થતાં એવી જાતનો નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી.
ટીકાઃ– ‘આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા.’
‘જીવ અને અજીવ બન્ને કર્તાકર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં