છે-તેથી મુખ્ય છે. બાકી બધું કર્મ એટલે રાગાદિ છે, તે વ્યવહાર છે, અભૂતાર્થ છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. અહીં મુખ્યનું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે. હવે શુદ્ધનયની વાત કરે છે.
શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધનય એટલે ત્રિકાળી ચીજ પોતે શુદ્ધનય છે. તેમાં જ્ઞાન તે આત્મા, પર્યાય તે આત્મા, એ બધા ભેદ અભૂતાર્થ છે, અવિદ્યમાન છે. ભાષા જુઓ. શુદ્ધનય એક જ ભૂતાર્થ એટલે સાચો છે. શુદ્ધનય એ એક વાત, અને એક જ ભૂતાર્થ છે એ બીજી વાત. આશય એમ છે કે શુદ્ધનય એક જ છે, તેના બે ભેદ નથી. નિશ્ચયનયના બે ભેદ છે એમ જયસેનાચાર્યની ટીકામાં આવે છે. એ તો પરથી ભિન્નનું જ્ઞાન કરાવવા માટે રાગ જીવની પર્યાયમાં થાય છે તેને નિશ્ચયનયનો વિષય કહ્યો છે. એ તો જાણવા માટે વાત કરી છે. અપેક્ષા સમજવી જોઈએ. ખરેખર તો (આશ્રય કરવાની અપેક્ષાએ તો) શુદ્ધનય એક જ છે. તેના બે ભેદ છે જ નહીં.
પંચાધ્યાયી જે ન્યાયનો ગ્રંથ છે એમાં તો એમ કહ્યું છે કે જે નિશ્ચયના બે ભેદ પાડે તે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે તે જ વાત અહીં કહે છે કે ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ, અખંડ, એકરૂપ, ભૂતાર્થ, છતી વસ્તુ, તે પોતે શુદ્ધનય અથવા તેને જાણનાર જે શુદ્ધનય, તે એક જ છે. તેના બે ભેદ નથી. પર્યાય સહિત કે રાગ સહિત આત્માને જાણવો તે નિશ્ચય, તે વાત અહીં નથી. (એ અશુદ્ધ-નિશ્ચય તો વ્યવહાર છે) અહીં તો ત્રિકાળી એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવ, ચૈતન્યઘન દ્રવ્ય જે અનાકુળ સમાધિ અને આનંદનું ધામ ભગવાન પૂર્ણ છે, એ જ એક સત્યાર્થ છે. રાગ વિનાનો તો ખરો પણ જે એક સમયની પર્યાય વિનાનો, ત્રિકાળી, ધ્રુવ જ્ઞાયકભાવ છે તે એક જ સત્યાર્થ છે અને તેને જાણનારો શુદ્ધનય તે પણ એક જ છે, તેના બે ભેદ નથી.
ગાથામાં બીજું પદ છે- “भूयत्थो देसिदो दु सुद्धणओ.” તેમાં કહે છે કે જે ત્રિકાળી ચીજ છે ભૂતાર્થ એ જ શુદ્ધનય છે. મૂળ ગાથામાં એમ કહ્યું છે કે ત્રિકાળી સત્યાર્થ પ્રભુ પૂર્ણાનંદ ધ્રુવ ચીજ છે તે શુદ્ધનય છે. શુદ્ધનયનો વિષય છે એમ ભેદ પાડીને ન કહ્યું; ત્રિકાળી શુદ્ધ ધ્રુવ સામાન્ય છે તો શુદ્ધનયનો વિષય, પણ શુદ્ધનયનો વિષય અને તેને વિષય કરનાર એવો ભેદ કાઢી નાખીને ત્રિકાળી ચીજ, અભેદ, અખંડ, સામાન્ય વસ્તુ તે શુદ્ધનય છે એમ કહ્યું છે.
વસ્તુની દ્રષ્ટિ અને એનો વિષય જે શુદ્ધ વસ્તુ-એ શું છે તે જાણ્યા વિના સમ્યગ્દર્શન ન થાય. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ શુદ્ધપણે પર્યાયમાં પરિણમે. તે પર્યાય પણ