સમયસાર ગાથા-૧૪પ ] [ ૩
कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।। १४५ ।।
कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति।। १४५।।
તોપણ [जातिभेद–भ्रमेण] જાતિભેદના ભ્રમ સહિત [चरतः] તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. (આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું.)
વ્યવહારદ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદ્રષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧.
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪પ.
च] અને [शुभकर्म] શુભ કર્મ [सुशीलम्] સુશીલ છે (-સારું છે) એમ [जानीथ] તમે જાણો છો! [तत्] તે [सुशीलं] સુશીલ [कथं] કેમ [भवति] હોય [यत्] કે જે [संसारं] (જીવને) સંસારમાં [प्रवेशयति] પ્રવેશ કરાવે છે?
જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ-તફાવત છે (અર્થાત્ કારણ જુદાં જુદાં છે); કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે; કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ છે; કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે. માટે-જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણ-કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છેઃ-
શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદગલ-