સમયસાર ગાથા-૧૪પ ] [ ૯
અહા! એક કલશમાં પણ કેવો ગજબનો ખુલાસો કર્યો છે! અહો! સંતોની જગત પર અપાર કરુણા છે. કહે છે-ભાઈ! પુણ્ય-પાપમાં ઠીક-અઠીકપણું માનીને તું દુઃખના ડુંગર તળે દટાઈ ગયો છે, પ્રભુ! પુણ્ય-પાપના ભાવ બન્નેય દુઃખરૂપ છે, બન્નેય આકુળતામય છે કેમકે બન્નેય સ્વભાવથી વિરુદ્ધભાવ છે. આવા વિરુદ્ધભાવોને જે (કર્મપણે) એકસરખા માને છે તેને આત્મા પોતાથી પ્રત્યક્ષ થઈને સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમાપણે સ્વયં ઉદય પામે છે. જુઓ, સ્વયં ઉદય પામે છે એમ કહ્યું એમાં એને વ્યવહારની અપેક્ષા નથી એમ આવી ગયું કે નહિ? અરે પ્રભુ! તારું બળ એટલું છે કે સ્વરૂપનાં દ્રષ્ટિ-જ્ઞાન-રમણતામાં પરની કે વ્યવહારની કોઈ અપેક્ષા છે જ નહિ. ભગવાન! તારી વસ્તુ જ એવી છે કે તેની (શુદ્ધાત્માની) ઉપલબ્ધિ થવામાં વ્યવહારરત્નત્રયના શુભરાગનો સહારો કે મદદ છે જ નહિ.
શુભરાગ છે એ રોગ છે. વ્યવહાર છે એ સંસાર છે. આગળ ગાથા ૧૪પ માં આવશે કે જે સંસારમાં દાખલ કરે એ પુણ્યને ભલું કેમ કહેવાય? જુઓ, પાંચ પાંડવો મુનિ અવસ્થામાં શત્રુંજય ઉપર ધ્યાનસ્થ ઊભેલા હતા. ત્યારે તેમને ઉપસર્ગ થયો. તેમને ધગધગતાં લોઢાનાં આભૂષણો પહેરાવવામાં આવ્યાં. તેમનામાંથી ત્રણ (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન) તો ધ્યાનમાં અવિચલ રહી અંદર આત્માના આનંદમાં એવો નિમગ્ન થઈ ગયા કે કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષે ગયા. પરંતુ બે (સહદેવ અને નકુળ)ને એવો વિકલ્પ આવ્યો કે-અરે! મોટાભાઈ કે જેઓ સાધર્મી હતા તેમને કેમ હશે! આવા એક શુભ વિકલ્પના કારણે તેમને ૩૩ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું, મતલબ કે એટલું કેવળજ્ઞાન દૂર ગયું. સ્વર્ગમાં હમણાં તે બન્નેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ છે, પરંતુ એમ જ ૩૩ સાગર સુધી ત્યાં રહેવું પડશે. ત્યાંથી (સ્વર્ગમાંથી) મનુષ્યપણે માતાના પેટમાં આવવું પડશે અને સવાનવ મહિના માતાના પેટમાં ઊંધા મસ્તકે રહેવું પડશે. જુઓ, આ શુભભાવનું ફળ! અરે ભાઈ! જેમ અશુભ બંધનું કારણ છે તેમ શુભ પણ બંધનું જ કારણ છે. બંધનની અપેક્ષાએ અહીં બન્નેનેય સરખા ગણ્યા છે.
અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ પ્રચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તે એકને દ્રષ્ટિમાં લઈ તેનો અનુભવ કરવો તે ધર્મ છે. ભગવાન આનંદના નાથની પ્રાપ્તિમાં રાગની મંદતાની કે વ્યવહારરત્નત્રયના રાગની કોઈ અપેક્ષા છે નહિ.
ત્યારે કોઈ કહે કે-‘निरपेक्षा नया मिथ्या’ અર્થાત્ બે નય ન માને અને એક જ નય માને તો તે મિથ્યાત્વ છે.
સમાધાનઃ– બાપુ! આમાં (કળશમાં) આવી ગયું ને કે-‘ગ્લપિત-નિર્ભર-