Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1472 of 4199

 

સમયસાર ગાથા-૧૪પ ] [ ૧૧ જાણવું.’ મતલબ કે ભગવાન આત્મામાં (પર્યાયમાં) જે પુણ્ય-પાપના ભાવ થાય તેથી બંધન થાય છે. તે બંધન વાદળાંની જેમ આવરણરૂપ છે. આ પુણ્ય-પાપના ભાવ આત્માને આવરણનું કારણ છે. એને દૂર કરીને એટલે કે શુભાશુભભાવને દૂર કરીને જ્ઞાનની નિર્મળ પર્યાયદ્વારા આત્માનો જ્ઞાનપ્રકાશ થવાથી આત્મા ચંદ્રની પેઠે શીતળ શાંત-શાંત-શાંત અત્યંત શાન્ત ઉજ્જ્વળ પ્રકાશે છે.

જુઓ, પુણ્ય-પાપના બન્ને ભાવ અશાંત છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો રાગ અશાંત છે, આકુળતામય છે. આવી વાત આકરી લાગે લોકોને, પણ શું થાય? પુણ્ય-પાપથી રહિત શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માને નિર્મળ ચૈતન્યની પરિણતિ દ્વારા ગ્રહણ કરીને તે એકનો જ અનુભવ કરવો તે ધર્મ છે, તે જ વીતરાગી શાન્તિ છે. આવી વાત છે.

હવે પુણ્ય-પાપના સ્વરૂપના દ્રષ્ટાંતરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૦૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

(શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો) ‘एकः’ એક તો ‘ब्राह्मणत्व–अभिमानात्’ હું બ્રાહ્મણ છું’ એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે ‘मदिरां’ મદિરાને ‘दूरात् त्यजति’ દૂરથી જ છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી. જુઓ, છે તો ચંડાલણીનો દીકરો; પણ બ્રાહ્મણને ત્યાં ઊછર્યો એટલે એને એમ થયું કે-અમે બ્રાહ્મણ છીએ, અમને મદિરા ખપે નહિ, આવા ગૌરવથી તે મદિરાને સ્પર્શતો પણ નથી.

‘अन्यः’ બીજો ‘अहम् स्वयं शूद्रः इति’ હું પોતે શૂદ્ર છું એમ માની ‘तया एव’ મદિરાથી જ ‘नित्यम् स्नाति’ નિત્ય સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. શું કહ્યું? એના હાથ નિત્ય મદિરાથી ખરડાયેલા રહે તોપણ તેને વાંધો નથી. હું શૂદ્ર છું, મને તો મદિરા ખપે એમ માની તે નિત્ય મદિરાનું સેવન કરે છે.

‘एतौ द्वौ अपि’ આ બન્ને પુત્રો ‘शूद्रिकायाः उदरात् युगपत् निर्गतौ’ શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે તેથી ‘साक्षात् शूद्रौ’ (પરમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, ‘अपि च’ તોપણ ‘जातिभेद–भ्रमेण’ જાતિભેદના ભ્રમ સહિત ‘चरतः’ તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. જે બ્રાહ્મણને ત્યાં ઊછર્યો છે તે પણ છે તો શૂદ્રાણીનો જ પુત્ર અને તેથી શૂદ્ર જ છે. તોપણ બન્ને જાતિભેદના ભ્રમ સહિત આચરણ કરે છે. આ દ્રષ્ટાંત છે. આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું. આનો કળશટીકામાં પંડિત શ્રી રાજમલજીએ ખૂબ સરસ ખુલાસો કર્યો છે.

ત્યાં (કળશટીકા કળશ ૧૦૧માં) કહ્યું છે કે-‘‘કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મબંધ પણ થાય છે, કોઈ જીવો હિંસા-વિષય-કષાયમાં