૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મગ્ન છે, તેમને પાપબંધ પણ થાય છે, તે બન્ને પોત પોતાની ક્રિયામાં મગ્ન છે, મિથ્યા દ્રષ્ટિથી એમ માને છે કે શુભકર્મ ભલું, અશુભકર્મ બૂરું; તેથી આવા બન્ને મિથ્યાદ્રષ્ટિ છે, બન્ને જીવો કર્મબંધકરણશીલ છે.’’
જુઓ, શુભરાગને ભલો જાણનારા કોઈ જીવો અમને વિષય-કષાય ખપે નહિ, અમને હિંસા-જૂઠ-ચોરી-કુશીલ આદિ ખપે નહિ, અમે તો દયાના પાળનારા, વ્રત પાળનારા છીએ એમ માનીને પરના ત્યાગપણાનું મિથ્યા અભિમાન કરે છે. પરંતુ ભાઈ! એ દયા, દાન, વ્રત, બ્રહ્મચર્ય આદિ પરિણામ પણ વિભાવપરિણામ છે, અશુદ્ધ પરિણામ છે. એને ભલા (ધર્મરૂપ) જાણવા અને માનવા તે મિથ્યાદર્શન છે.
ત્યાં આગળ કહ્યું છે કે-‘‘ભાવાર્થ આમ છે કે-શૂદ્રાણીના પેટે ઊપજ્યો છું એવા મર્મને જાણતો નથી, ‘હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે’ એમ જાણીને મદિરા છોડી છે તે પણ વિચારતાં ચંડાળ છે; તેવી રીતે કોઈ જીવ શુભોપયોગી થતો થકો-યતિક્રિયામાં મગ્ન થતો થકો-શુદ્ધોપયોગને જાણતો નથી, કેવળ યતિક્રિયામાત્ર મગ્ન છે, તે જીવ એમ માને છે કે ‘હું તો મુનીશ્વર, અમને વિષય-કષાય-સામગ્રી નિષિદ્ધ છે’ એમ જાણીને વિષયકષાયસામગ્રીને છોડે છે, પોતાને ધન્યપણું માને છે, મોક્ષમાર્ગ માને છે, પરંતુ વિચાર કરતાં એવો જીવ મિથ્યાદ્રષ્ટિ છે, કર્મબંધને કરે છે, કાંઈ ભલાપણું તો નથી.’’
શું કહ્યું આ? આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે. તેના લક્ષે પ્રગટ થતો ચૈતન્યનો જે નિર્મળ ઉપયોગ-શુદ્ધોપયોગ તેને તો જાણતો નથી અને માત્ર દયા, દાન, વ્રત, તપ આદિ બાહ્ય યતિક્રિયામાં એટલે ૨૮ મૂલગુણ આદિના પાલનમાં કોઈ મગ્ન છે અને તે વડે પોતાને મોક્ષમાર્ગી માને છે પણ ખરેખર તે મિથ્યાદ્રષ્ટિ છે, તે કર્મબંધને જ કરે છે. તેને કિંચિત્ પણ ધર્મ થતો નથી, કેમકે એ બધોય જે શુભોપયોગ છે તે ચંડાલણીના પુત્રની જેમ વિભાવથી ઉત્પન્ન થયેલી દશા છે. (સ્વભાવજનિત દશા નથી.)
આવી વાત અત્યારે જગતના લોકોને આકરી પડે છે. તેઓ કહે છે-જુઓ, અમે કાંઈ હિંસાદિ કરતા નથી, વિષય-કષાયનું સેવન કરતા નથી. અમે તો સ્ત્રી, કુટુંબ-પરિવાર, સંપત્તિ આદિ બધુંય છોડી દીધું. (માટે અમે મોક્ષમાર્ગી છીએ).
સમાધાનઃ– અરે ભાઈ! ખરેખર તો પરવસ્તુનો ત્યાગ આત્મામાં છે જ નહિ. ‘અનુભવપ્રકાશ’માં કહ્યું છે કે જો આત્મામાં પરવસ્તુનું ગ્રહણ-ત્યાગ હોય તો ગ્રહણ-ત્યાગ નિરંતર થયા જ કરે, કોઈ દિવસ છૂટે નહિ.
સમયસારમાં ૪૭ શક્તિઓના વર્ણનમાં આવે છે કે-આત્મામાં ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ શક્તિ છે. એટલે કે આત્મા પરવસ્તુના ત્યાગ અને પરવસ્તુના ગ્રહણથી શૂન્ય