Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1483 of 4199

 

૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તેમના પ્રત્યેનો અનુરાગ એ બન્નેય પરદ્રવ્ય છે. સમજાણું કાંઈ...? બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ!

પ્રશ્નઃ– (એ રાગની) પર્યાય તો એની (જીવની પોતાની) છે ને?

ઉત્તરઃ– એ પર્યાય ખરેખર એની (આત્મદ્રવ્યની) છે જ નહિ. એ તો પહેલાં કીધું ને

કે પુણ્ય અને પાપ એ બન્ને વિભાવપરિણતિરૂપ ચંડાલણીના જ પુત્રો છે. જેમ એક ચંડાલણી પુત્ર બ્રાહ્મણીને ત્યાં રહી મોટો થયો એટલે કહે કે-મને મદિરા આદિ ખપે નહિ તેમ એક શુભભાવની વ્યવહારક્રિયામાં આવ્યો એટલે કહે કે-મને હિંસા, વિષયભોગ આદિ ખપે નહિ; પણ એ વાસ્તવમાં છે વિભાવપરિણતિરૂપ ચંડાલણીનો જ પુત્ર. અશુભની જેમ શુભ પરિણામ પણ વિભાવપરિણતિજન્ય પરિણામ છે; એ કાંઈ શુદ્ધ ચૈતન્યસ્વભાવજન્ય પરિણામ નથી. માટે એ રાગ આત્મપરિણતિરૂપ નથી.

અહીં કહે છે કે અરહંતાદિ પંચપરમેષ્ઠીમાં ભક્તિનો અનુરાગ એ શુભરાગ છે પણ એ આત્મસ્વભાવ નથી અને આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન થવામાં સહાયક એટલે મદદકર્તા પણ નથી.

પ્રશ્નઃ– તો વ્યવહાર (સાધન)થી નિશ્ચય થાય એમ શાસ્ત્રમાં આવે છે ને?

ઉત્તરઃ– હા, આવે છે. આચાર્ય જયસેનની ટીકામાં ઘણે ઠેકાણે એ પ્રમાણે આવે છે. પણ એ વ્યવહારનયનું કથન છે. જેને નિશ્ચય (ધર્મ) પ્રગટ થયો હોય એને એની ભૂમિકાયોગ્ય વ્યવહાર હોય છે એ સિદ્ધ કરવું હોય ત્યારે એ રીતે વ્યવહારનયનું કથન શાસ્ત્રમાં આવે છે. પરંતુ અરહંતાદિમાં ભક્તિનો અનુરાગ ઇત્યાદિ શુભરાગ પુણ્યબંધનું જ કારણ છે; એ કાંઈ અબંધ પરિણામ એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સહાયક-મદદગાર નથી.

સમ્યગ્દર્શન આદિ અબંધ વીતરાગી પરિણામ છે. અબંધ સ્વભાવ અબંધ પરિણામનું કારણ થાય. (કાંઈ રાગના બંધરૂપ પરિણામ અબંધ પરિણામનું કારણ ન થાય). ભગવાન આત્મા ત્રિકાળ અબંધસ્વભાવી છે. ગાથા ૧૪-૧પ માં આવે છે ને-‘जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं......’ ત્યાં ‘અબદ્ધ’ એ તો નાસ્તિથી કથન છે. અસ્તિથી કહીએ તો ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. અહાહા...! સદાય મુક્તસ્વરૂપ એવા ભગવાન આત્મામાં અંતર્દ્રષ્ટિ કરી એનો અનુભવ કરવો એનું નામ જૈનશાસન છે. રાગનો અનુભવ એ કાંઈ જૈનશાસન નથી. અહીં તો વીતરાગ શાસન લેવું છે ને? માટે અરહંતાદિ પ્રત્યે અનુરાગ અને જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ એ શુભરાગ છે, પણ વીતરાગશાસન નથી.

શ્વેતાંબરમાં કથા આવે છે કે-મેઘકુમારે હાથીના ભવમાં સસલાની અનુકંપા