સમયસાર ગાથા-૧૪પ ] [ ૨૩ કરી (દયા પાળી); એથી એનો સંસાર પરિત થઈ ગયો-અર્થાત્ દીર્ઘ સંસાર નષ્ટ થઈ ગયો. આવી વાત બીલકુલ અયથાર્થ છે. પર જીવની અનુકંપાનો ભાવ તો શુભરાગ છે અને શુભરાગ છે તે બંધનું જ કારણ છે, અબંધ પરિણામનું કારણ નથી, સમકિતનું કારણ નથી. (બંધના પરિણામથી અબંધ કેમ થાય? સંસાર કેમ મટે? ન જ મટે).
ને?
શુભરાગરૂપ છે. (શુભરાગને સમકિતનું લક્ષણ કહેવું એ તો ઉપચાર છે.) ચૈતન્યસ્વરૂપના વીતરાગશાસનની બહુ ઝીણી વાત ભાઈ!
અનુભવપ્રકાશમાં એક દાખલો આપ્યો છે કે-એક ચાંપો ભરવાડ હતો. તે ધતૂરો પીને ઉન્મત્ત થયો. તેથી તે ભૂલી ગયો કે-‘હું ચાંપો છું.’ થોડી વારે તે ઘેર ગયો. ત્યાં તેની પત્ની સૂતી હતી એટલે બારણું ખખડાવ્યું અને પૂછવા લાગ્યો કે-ચાંપો છે ઘરમાં? ત્યારે અંદરથી પત્ની બોલી-તમે કોણ છો? ત્યારે તે સાવધાન થયો અને કહેવા લાગ્યો-‘હા, હું ચાંપો છું.’ એમ અનાદિથી જીવ આત્માને (-પોતાને) ભૂલી ગયો છે. તે પૂછે છે કે આત્મા (પોતે) કોણ છે? તેને પૂછીએ છીએ કે આ બધું છે, છે, છે-એમ કોણ જાણે છે? જાણનારો પોતે તો જાણે છે. એ જાણનારો જે છે તે જ પોતે આત્મા છે. અનુભવપ્રકાશમાં જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન-એવો દ્રઢ પ્રતીતિભાવ તે સમ્યક્ત્વ છે એમ લીધું છે, કેમકે આત્મા જ્ઞાનમય છે અને તે જ્ઞાનની સમ્યક્ પરિણતિ દ્વારા જણાય છે.
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ત્રિકાળ પરમાનંદસ્વભાવી છે. પણ એ જણાય કયારે? આનંદના સ્વાદરૂપ સ્વસંવેદન પરિણતિ દ્વારા તે જણાય છે. પરમાનંદસ્વભાવી પ્રભુ આત્મા ત્રિકાળ અસ્તિરૂપ છે; પણ પર્યાયમાં પરમાનંદના પરિણામન વિના, આનંદનો સ્વાદ (-સંવેદન) આવ્યા વિના આ અસ્તિ છે એમ પ્રતીતિમાં કેમ આવે? અહાહા...! જેનો નમૂનો (-સ્વસંવેદન) આવે નહિ તો ‘એ આખી ચીજ આવી છે’ એમ પ્રતીતિમાં કયાંથી આવે?
ભાઈ! આ (આત્માના) સ્વરૂપની વાત ચાલે છે. એટલે અહીં કહે છે કે- અનુકંપા એ શુભરાગ છે, એ આત્માનો સ્વભાવ નથી. એ શુભરાગ દ્વારા નિશ્ચય સ્વરૂપ પમાય નહિ. લ્યો, આના હવે વાંધા છે બધાને; એમ કે આવો વ્યવહાર હોય તો નિશ્ચય પમાય. પણ બાપુ! એવો વ્યવહાર તો અનંતવાર કર્યો અને એના ફળમાં