સમયસાર ગાથા-૧૪પ ] [ ૩૩ પણ વિભાવ જ છે. તેથી તે સમ્યગ્દનરૂપ નિર્મળ સ્વભાવપરિણતિનું સાધન કેમ થાય? (ન જ થાય). સ્વભાવનું સાધન સ્વભાવ થાય પણ વિભાવ એનું સાધન કદી ન થાય.
સાધનનું ત્યાં આરોપથી કથન કરેલું છે; એટલે કે નિશ્ચય નિજ શુદ્ધ આત્મતત્ત્વની જેને દ્રષ્ટિ અને અનુભવ થયેલાં છે તેને (સહકારી) શુભભાવ કઈ જાતનો હોય છે તેનું જ્ઞાન કરાવવા રાગ ઉપર આરોપ આપીને કથન કર્યું છે. અહા! શાસ્ત્રોના અર્થ સમજવા ભારે કઠણ છે ભાઈ!
જેમકે-નિશ્ચય સમ્યગ્દર્શનના કાળમાં જે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તેને સમકિત કહ્યું છે; છે તો એ રાગ પણ વ્યવહારથી એને સમકિત કહ્યું છે. ખરેખર શું એ (-શુભરાગ) સમકિતની પર્યાય છે? ના; એ તો ચારિત્રગુણની દોષરૂપ પર્યાય છે, ઉલટી પર્યાય છે, પણ સહચર દેખીને ઉપચારથી તેને સમકિત કહ્યું છે. એ પ્રમાણે પંચમહાવ્રતના પરિણામ છે તો રાગ, તોપણ તેને ચારિત્ર-મોક્ષમાર્ગ કહ્યો. હવે એ ચારિત્ર તો નથી, પરંતુ શુદ્ધોપયોગરૂપ વીતરાગ નિર્વિકાર ચારિત્રનો સહચર-નિમિત્ત દેખીને તેમાં ઉપચારથી મોક્ષમાર્ગનો આરોપ કર્યો છે. હવે આ રીતે ભાવ યથાસ્થિતિ ન પકડે અને એકલા શબ્દોને પકડે તો તેને બધેય (સમગ્ર જિનવાણીમાં) વાંધા ઊઠે. પણ શું થાય? જે વિવક્ષાથી વાત હોય તે યથાર્થપણે સમજવી જોઈએ.
અહીં કહે છે-બાપુ! શુભ અને અશુભ ભાવ બન્નેય બંધનના હેતુ-કારણરૂપ અશુદ્ધભાવ છે. બન્ને સ્વભાવથી વિમુખતાના ભાવ છે. ભાઈ! સ્વભાવસન્મુખતાના ભાવ તો શુદ્ધ ચૈતન્યમય હોય છે. અને આ બન્ને ભાવ ચૈતન્યથી રહિત અજ્ઞાનમય ભાવ છે માટે બન્ને ભેદરહિત એક જ જાતના છે.
પ્રશ્નઃ– વ્યવહાર હોય છે તો ખરો?
ઉત્તરઃ– ભૂમિકા અનુસાર વ્યવહાર હોય છે એની કોણ ના કહે છે? પરંતુ એ વ્યવહારથી-શુભરાગથી સમકિત કે નિશ્ચયધર્મ પ્રગટ થાય છે એ વાત યથાર્થ નથી એમ વાત છે. નિમિત્ત હો ભલે; પણ નિમિત્તથી (અન્ય ચીજથી) કાર્ય નીપજે છે એ વાત તદ્ન ખોટી છે.
જુઓ, નિમિત્તને સિદ્ધ કરવા શાસ્ત્રમાં એમ પણ આવે છે કે-કાળદ્રવ્ય ન હોય તો જીવાદિ સર્વદ્રવ્યોમાં પરિણમન નહિ થાય અને તો કોઈ દ્રવ્ય રહેશે નહિ. આ કાળદ્રવ્યની (-નિમિત્તની) સિદ્ધિ કરવા માટેનું કથન છે. આમાં જીવાદિ દ્રવ્યો પોતાના