૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરિણમન માટે કાળદ્રવ્યની અપેક્ષા રાખે છે એમ સિદ્ધ નથી કરવું, પણ કાળદ્રવ્યની અસ્તિ છે એમ સિદ્ધ કરવું છે. ભાઈ! પરિણમન તો પ્રત્યેક દ્રવ્યનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. શું કોઈ દ્રવ્ય કદીય પરિણમનથી ખાલી હોય છે? પરિણમનની ધારા તો પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય પ્રવર્તતી અનાદિથી સ્વતઃ ચાલે છે અને અનંતકાળ સુધી ચાલશે. કાળદ્રવ્ય છે તો સર્વદ્રવ્યમાં પરિણમન થાય છે એમ છે જ નહિ. બીજી ચીજ (-કાળદ્રવ્ય) નિમિત્ત છે બસ એટલું જ; નિમિત્તથી અન્યદ્રવ્યમાં કાર્ય (-પરિણમન) થાય છે એમ છે નહિ. આમ જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ.
માં પાઠ છે કે-એક સમયના વિકારના પરિણામમાં પર્યાય પોતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એમ ષટ્કારકરૂપે પરિણમે છે. એને અન્ય કારકોની અપેક્ષા નથી. ત્યાં પર્યાયનું સ્વતંત્ર પરનિરપેક્ષ અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. અહાહા...! પર્યાયનું અસ્તિત્વ એનામાં એનાથી સ્વતંત્ર છે, કોઈ પરને લઈને તેનું અસ્તિત્વ નથી. હવે પરના લક્ષે થતું જે વિકારી પરિણમન તેને જ્યાં પરની (અન્ય કારકોની) અપેક્ષા નથી તો સ્વના લક્ષે થતા સમ્યગ્દર્શન આદિ નિર્વિકાર પરિણમનને પરની (-રાગની, નિમિત્તની) અપેક્ષા કેમ હોય? (ન જ હોય). ભાઈ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના ષટ્કારકના પરિણમનથી સ્વતઃસિદ્ધ પોતાની જન્મક્ષણે, પોતાના ઉત્પત્તિકાળમાં ઉત્પન્ન થાય છે. આવું જ સહજ વસ્તુ સ્વરૂપ છે.
વળી કર્તા-કર્મ અધિકારમાં સમ્યગ્દર્શનની વાત લે ત્યારે એમ આવે કે આત્મા કર્તા અને સમ્યગ્દર્શનના નિર્વિકાર પરિણામ તેનું કર્મ છે. સમ્યગ્દર્શનના વિષય પરિપૂર્ણ અખંડ એક શુદ્ધ આત્મદ્રવ્ય છે ને! શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન આદિ ધર્મના પરિણામ પ્રગટ થાય તેનો કર્તા આત્મા છે અને તે ધર્મરૂપ નિર્મળ કાર્ય આત્માનું કર્મ છે. તથા જે અશુદ્ધતા છે તે કર્મકૃત પુદ્ગલના પરિણામ છે. ગાથા ૭પ-૭૬ માં અશુદ્ધતાનું નિમિત્ત જે કર્મ (-પુદ્ગલ) તે અશુદ્ધતાનો કર્તા અને અશુદ્ધતા તેનું કાર્ય છે એમ લીધું છે. વિકાર આત્માની અને આત્માના આશ્રયે થતી ચીજ નથી ને; તેથી કર્મ વ્યાપક અને વિકારી પર્યાય કર્મનું વ્યાપ્ય છે એમ ત્યાં લીધું છે. સમજાણું કાંઈ...?
જુઓ, પંચાસ્તિકાય, ગાથા ૬૨માં વિકારના ષટ્કારક સ્વતઃ પોતાના પોતામાં છે એમ કહ્યું ત્યાં અસ્તિકાય સિદ્ધ કર્યું છે.
તથા સમયસાર ગાથા ૭પ-૭૬ માં એમ કહ્યું કે જેની દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર પડી છે એવા જ્ઞાનીને દ્રવ્યસ્વભાવ વ્યાપક થઈને સ્વભાવપર્યાયને વ્યાપ્યપણે કરે છે.