Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1502 of 4199

 

સમયસાર ગાથા-૧૪૬ ] [ ૪૧

અહીં ગાથામાં ‘कदं कम्मं’ શબ્દ છે ને! મતલબ કે કરેલું-કરાયેલું શુભાશુભ કર્મ

કર્મબંધનનું કારણ છે, પણ જાણનારપણે રહીને થયેલું કર્મ કર્મબંધનનું કારણ નથી. સંસ્કૃતમાં ‘कृतं कर्म’ એમ પાઠ છે; એટલે કે કર્તા થઈને કરેલું શુભાશુભ કર્મ જીવને બાંધે છે.

અહાહા...! એક જ્ઞાયકપણે અંદર વિરાજમાન ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ ત્રિકાળ એકલો જ્ઞાનાનંદનો સાગર છે. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જેને દ્રષ્ટિ નથી તે અજ્ઞાની જીવને શુભ કે અશુભરાગરૂપ કરાયેલું કર્મ બંધનું કારણ થાય છે. પરંતુ જ્ઞાતા થઈને જે જાણનારપણે પરિણમે છે તેને તો તે (શુભાશુભ કર્મ) જ્ઞાનનું જ્ઞેય થાય છે. ભગવાન આચાર્યદેવને અહીં એમ સિદ્ધ કરવું છે કે અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અથવા કરવા લાયક કાર્ય માને છે અને તેથી તેને કરેલું શુભાશુભ કર્મ અવશ્ય બાંધે છે; પણ જે માત્ર જાણે છે તેને તે કર્મબંધનનું કારણ થતું નથી.

૧૨ મી ગાથામાં કહ્યું ને કે જ્ઞાનીને જે વ્યવહાર આવે છે, હોય છે તે જાણેલો પ્રયોજનવાન છે. કેટલાક લોકો જેઓ આચાર્ય ભગવાનના આશયને સમજતા નથી તેઓ કહે છે કે વ્યવહારનો (વ્યવહાર આચરવાનો) ઉપદેશ કરવો, પણ એમ નથી પ્રભુ! વ્યવહાર ત્યાં જે હોય છે તેને જાણવો, બસ. અરે ભાઈ! રાગ જાણેલો પ્રયોજનવાન છે, કરેલો-કરાયેલો નહિ. સમજાણું કાંઈ...! કહ્યું ને અહીં કે ‘बंधदि एवं जीवं सुहमसुहुं वा कदं कम्मं’ કરેલું-કરાયેલું શુભાશુભ કર્મ પુરુષને (-આત્માને) બાંધે છે. શુભાશુભ ભાવ હોય છે ખરા; પણ એ જાણવા યોગ્ય છે આચરવા યોગ્ય (ઉપાદેય) નથી. ભાઈ! થોડા ફેરમાં બધો મોટો ફેર પડી જાય છે. (અર્થાત્ જાણવામાં જ્ઞાતાપણાનો-અકર્તાપણાનો સમ્યક્ભાવ છે અને કરવામાં કર્તાપણાનો મિથ્યાત્વભાવ છે).

* ગાથા ૧૪૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી,.. .’ જુઓ, બેડી લોઢાની હોય કે સોનાની હોય, બન્ને કોઈ પણ તફાવત વિના પુરુષને બાંધે જ છે. સોનાની બેડી ભલે દેખવામાં સારી લાગે, પણ બંધનની દ્રષ્ટિએ તો બન્ને સમાન જ છે, કાંઈ ફેર નથી.

જુઓ, એક વહુ હતી, એણે ગળામાં એક સોનાની સાંકળી પહેરેલી. સાંકળીમાં એક ખૂબ ભારે ચગદુ હતું. ચગદુ લોઢાના એક શેરનું ઉપરથી સોનાથી મઢેલું હતું. વલોણું કરતી વખતે આ ચગદુ આમતેમ છાતીએ અથડાઈને વાગે એટલે સાસુએ વહુને કહ્યું-વહુજી, હમણાં વલોણું કરતી વેળા સાંકળી છોડી દો. પણ વહુને તે