Pravachan Ratnakar (Gujarati). Gatha: 146.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1501 of 4199

 

ગાથા–૧૪૬

अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति–

सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं।
बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं।। १४६।।

सौवर्णिकमपि निगलं बध्नाति कालायसमपि यथा पुरुषम्।
बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म।। १४६।।

હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છેઃ-

જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને,
એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬.

ગાથાર્થઃ– [यथा] જેમ [सौवर्णिकम्] સુવર્ણની [निगलं] બેડી [अपि] પણ [पुरुषम्] પુરુષને [बध्नाति] બાંધે છે અને [कालायसम्] લોખંની [अपि] પણ બાંધે છે, [एवं] તેવી રીતે [शुभम् वा अशुभम्] શુભ તેમ જ અશુભ [कृतं कर्म] કરેલું કર્મ [जीवं] જીવને [बध्नाति] (અવિશેષપણે) બાંધે છે.

ટીકાઃ– જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (-જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.

* * *

સમયસાર ગાથા ૧૪૬ઃ મથાળું

હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છેઃ-

* ગાથા ૧૪૬ઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *

જેમ સુવર્ણ બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે) બાંધે છે.