સમયસાર ગાથા-૧૪૬ ] [ ૪૩ કીધું’ તું કે-ભાઈ! જુઓ, તમે બોલો છો એ વસ્તુની સ્થિતિ નથી. કેમકે કેવળીએ દીઠું છે એમ થશે એમ તમે કહો છો પણ હું તમને પૂછું છું કે-કેવળી છે એમ એના અસ્તિત્વની તમને પ્રતીતિ-શ્રદ્ધા છે? ભાઈ! સ્વસન્મુખ થયા વિના એનો યથાર્થ સ્વીકાર થઈ શકતો નથી અર્થાત્ એનો યથાર્થ સ્વીકાર કરનારને પોતાના કેવળજ્ઞાનસ્વભાવી આત્માનું દર્શન-સમ્યગ્દર્શન થઈ જાય છે; અને તો પછી એને ભવ કે ભવની શંકા રહેતાં નથી. સમજાણું કાંઈ....? અહા! જગતમાં સર્વજ્ઞ છે, એક સમયની પર્યાયમાં ત્રણકાળની સર્વ સત્તાઓને અડયા વિના જ જાણે એવા કેવળજ્ઞાનનું અસ્તિત્વ છે એનો સ્વીકાર કરનારને ભવ અને ભવનો ભાવ હોઈ શકે નહિ. એ વખતે પ્રવચનસાર વાંચ્યું ન હતું પણ એની ગાથા ૮૦-૮૧-૮૨ નો ભાવ આવ્યો હતો. કીધું કે જેને અરહંતની -કેવળીની પ્રતીતિ થઈ હોય તેના ભગવાને ભવ ન દીઠા હોય.
‘તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને’ મતલબ કે ભગવાન આત્મા તો સર્વજ્ઞ અને સર્વદર્શી છે તોપણ પોતાના કર્મરૂપી રજથી ખરડાયો થકો-જુઓ, આમાં બીજા કેટલાક લોકો કહે છે કે-દ્રવ્યકર્મના કારણે બંધ-અવસ્થામાં, સર્વ પ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. એને જ્ઞાનીઓ કહે છે-ભાઈ! એમ નથી. જુઓ, ટીકામાં અર્થ છે તે વાંચો. ટીકામાં કહ્યું છે કે-‘‘જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ...’’ જુઓ, ભાષા જુઓ; ‘કર્મરજ-આચ્છાદને’ એટલે પુદ્ગલકર્મથી લેપાયેલું છે એમ નહિ પણ પોતાના અપરાધથી પ્રવર્તતા કર્મમળ એટલે ભાવકર્મથી લેપાયું હોવાથી જ બંધ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને ‘ण विजाणदि सव्वदो सव्वं’ સર્વથા સર્વ પ્રકારે જાણવા લાયક પોતાને જાણતો નથી તેથી સર્વ જ્ઞેયોને જાણતો નથી. અહા! સ્વભાવથી સર્વથા સર્વ પ્રકારે જાણનાર એવો પ્રભુ (-આત્મા) પોતાના પુરુષાર્થના અપરાધને લઈને પોતાને જાણતો નથી માટે બધાને જાણતો નથી. ‘कम्मरएण’-નો આ અર્થ કર્યો છે ભાઈ!
આ બાબતે વર્ણીજી સાથે વિ. સં. ૨૦૧૩ માં મોટી ચર્ચા થઈ હતી. તેનું રેકોર્ડિંગ થયેલું છે અને હજારો પુસ્તકો છપાઈ ગયાં છે.
પ્રશ્નઃ– રતનચંદજી (સહરાનપુર)ઃ-મહારાજ કાનજીસ્વામી એમ કહે છે કે-