સમયસાર ગાથા-૧૪૭ ] [ પપ અને મિથ્યાજ્ઞાનને કારણે તેઓ નિગોદવાસને છોડતા નથી. અરે! એવા કેટલાય અનંતા જીવો એવા પડયા છે કે જે કદીય નિગોદવાસ નહિ છોડે! રાગને વશ થઈને કરવામાં આવતું જે મિથ્યાત્વનું સેવન તેને લઈને તેઓ નિગોદવાસને નહિ છોડે. આવી વાત છે.
અહીં કહે છે-શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગ સ્વાધીનતાનો નાશ કરતા હોવાથી અર્થાત્ બંધનાં કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવોએ અને સંતોએ શુભાશુભભાવનો નિષેધ કર્યો છે. અહાહા...! એક ગાથામાં કેટલું ભર્યું છે!! ભાઈ! ગાથાનો ભાવ (-મર્મ) બહુ ગંભીર છે.
[પ્રવચન નં. ૨૧૧ * દિનાંક ૨૪-૧૦-૭૬]