૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છેઃ-
‘જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમકે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે.’
જ્ઞાન મોક્ષનું કારણ છે એટલે શું? એટલે અંદર જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે એનાં જ્ઞાન-શ્રદ્ધાન આદિરૂપ જે નિર્મળ પરિણતિ થાય તે મોક્ષનું કારણ છે. અહાહા...! અંદર ચિદાનંદમય પરમ પવિત્ર ભગવાન પડેલો છે તેમાં દ્રષ્ટિ અને લીનતા કરવાથી પર્યાયમાં જે નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદનો સ્વાદ આવે તે મોક્ષનું કારણ છે.
જુઓ, સમ્યગ્દર્શન થયા પછી પણ ધર્મી જીવને ભક્તિ, પૂજા, જાત્રા આદિના શુભભાવ આવે છે, પણ એ સર્વ શુભભાવ જ્ઞાનીની દ્રષ્ટિમાં હેય છે. આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે એવા ધર્મી જીવને ઉપયોગ અંતરમાં લીન ન રહી શકે ત્યારે અશુભથી બચવા તેને શુભ આવે છે, પણ તે શુભાચરણને આદરણીય અને મોક્ષનું કારણ જાણતો નથી. (એ તો સ્વસન્મુખતાનો પુરુષાર્થ ઉગ્ર કરીને ક્રમશઃ શુભને પણ ટાળતો જ જાય છે). આવી વાત છે.
અરે ભાઈ! આવો મનુષ્યભવ મળ્યો અને વીતરાગમાર્ગના સંપ્રદાયમાં જન્મ થયો ત્યારે પણ આ માર્ગ નહિ સમજે તો ભવનો અભાવ કેમ થશે? (નહિ થાય). ભવપરંપરા તો તને અનાદિથી છે. ચાહે નરક હો કે સ્વર્ગ હો, બધાય ભવ દુઃખરૂપ છે. જ્ઞાન જ મોક્ષનું (પરમ સુખનું) કારણ છે; કેમકે જ્ઞાન શુભાશુભ કર્મોના (ભાવના) બંધનું કારણ થતું નથી. જે શુભાશુભભાવ બંધના કારણ છે તે જ્ઞાનમાં નથી. તેથી શુદ્ધ આત્માના અવલંબનથી જે પુણ્ય- પાપરહિત નિર્મળ શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે એ બંધનું કારણ નથી.
જુઓ, આ અસ્તિ-નાસ્તિ કર્યું. જ્ઞાન મોક્ષનું કારણ છે અને તે શુભાશુભ કર્મોના બંધનું કારણ નથી. જ્ઞાન બંધનું કારણ નથી તેથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે. આ ભગવાન આત્મા જાણવા-દેખવાના (જ્ઞાતા-દ્રષ્ટા) સ્વભાવવાળો છે. એના જ્ઞાન-શ્રદ્ધાનપણે પરિણમન થવું એ આત્માનું પરિણમન છે અને એ પરિણમન મોક્ષનું કારણ છે, કેમકે બંધના કારણથી રહિત છે. અર્થાત્ એમાં અંશ પણ બંધનનું કારણ નથી. ગંભીર વાત છે ભાઈ! બંધભાવમાં અંશે પણ મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગમાં બંધનો અંશમાત્ર પણ નહિ. શુદ્ધ ચૈતન્યસ્વભાવનાં જ્ઞાન, શ્રદ્ધાન અને રમણતા એ ચૈતન્યની જ્ઞાનસ્વભાવરૂપ પરિણતિ છે અને તે મોક્ષનું કારણ છે. કેમ? તો કહે છે કે