૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એકલી ચૈતન્યજાતિનું નિર્મળ પરિણમન છે તેને અહીં શુદ્ધ કહ્યું છે. ૭૩ મી ગાથામાં જે શુદ્ધ કહ્યું ત્યાં એક સમયની ષટ્કારકની પરિણતિથી રહિત તે શુદ્ધ એમ વાત હતી. ૩૮ મી ગાથામાં શુદ્ધ કહ્યું ત્યાં નવતત્ત્વના વ્યવહારિક ભાવોથી જુદો અખંડ, એક જ્ઞાયકભાવપણે શુદ્ધ એમ કહ્યું હતું. અહીં નયપક્ષોથી રહિત એટલે જે સ્થૂળ દયા, દાન, વ્રતાદિના શુભભાવ એનાથી તો રહિત ખરો, પણ નયપક્ષના જે સૂક્ષ્મ વિકલ્પ એનાથી પણ રહિત એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે એમ વાત છે. આ ત્રીજો બોલ થયો.
હવે ચોથો ‘કેવળી’નો બોલઃ-‘કેવળ ચિન્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે.’
જુઓ, આ રાગ વિનાની કેવળ વીતરાગ નિર્મળ પરિણતિ તે કેવળી એમ વાત છે. ચારિત્ર પાહુડમાં (ગાથા ૪ માં) અક્ષય-અમેય પર્યાયની વાત છે. પોતે ભગવાન આત્મા અક્ષય અને અમેય એટલે અપરિમિત બેહદ સ્વભાવયુક્ત ગંભીર છે. અહાહા...! ભગવાન આત્માનો એક એક ગુણનો બેહદ મર્યાદા વિનાનો અગાધ સ્વભાવ છે. આવો જે અનંતગુણ મંડિત આત્મસ્વભાવ છે તેનું એકત્વરૂપ પરિણમન તે કેવળી છે. કેવળી એટલે રાગ વિનાનો એકલો, કેવળ ભાવ. આ કેવળી ભગવાનની વાત નથી, પણ મોક્ષમાર્ગની વાત છે. મોક્ષમાર્ગ શુભાશુભભાવથી રહિત (એકલો) કેવળ શુદ્ધ પરિણમનનો ભાવ હોવાથી કેવળી છે એમ કહ્યું છે. જેને શુભાશુભ રાગનો જરીયે સંગ નથી, સંબંધ નથી એવો કેવળ શુદ્ધ માર્ગ તે કેવળી છે એમ અહીં વાત છે. ભગવાન આત્મા જે કેવળ શુદ્ધ સ્વભાવમય છે તેના આશ્રયે ઉત્પન્ન કેવળ શુદ્ધ પરિણામ તે કેવળી છે.
હવે પાંચમો બોલ કહે છેઃ-‘ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે.’
જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું એ મનન છે. આ વિકલ્પરૂપ ચિંતનની વાત નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા-પરિણામની મગ્નતા જે છે એને મનનમાત્ર ભાવરૂપ મુનિ કહે છે. તેને અહીં મોક્ષમાર્ગ વા મોક્ષનું કારણ કહે છે. લ્યો, આવું મુનિપણું છે જેમાં વ્રત, તપ ને બાહ્યક્રિયા કયાંય છે નહિ. આત્મા જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ પરમ પદાર્થ છે એમાં એકાગ્રતારૂપ મનનમાત્ર ભાવ જે છે તે મુનિ છે; વ્રત, તપના વિકલ્પ તે મુનિ નહિ. અહીં અંતર એકાગ્રતારૂપ જે મોક્ષમાર્ગ છે તેને મુનિ કહ્યો છે. સમજાણું કાંઈ...? ફક્ત મનનમાત્ર કહ્યું એટલે ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતામાત્ર હોવાથી મુનિ છે એમ વાત છે.
વાડામાં પકડાઈ ગયા હોય (અને ક્રિયામાં સપડાઈ ગયા હોય) એટલે એમ લાગે કે આ શું કહે છે? ભાઈ! આ અંતરની અગમ્ય વાત છે. બાપુ! વ્રત, તપ, શીલ