સમયસાર ગાથા-૧પ૧ ] [ ૮૯ વગેરે કરી શકાય અને સ્થૂળપણે ખ્યાલમાં આવે એટલે તે સુગમ લાગે, પણ ભાઈ! એ બંધનાં કારણ છે. અહીં ફક્ત મનનમાત્ર કહ્યું તે ભગવાન શુદ્ધ ચૈતન્યમય આત્મામાં મનન-એકાગ્રતાની વાત છે, કાંઈ વ્રત, તપ, શીલ, દયા, દાન આદિ શુભરાગમાં એકાગ્રતાની-મનનની વાત નથી. બહુ ઝીણો માર્ગ બાપુ! એની હા પાડવી એ પણ મહા પુરુષાર્થ છે. ભાઈ! માર્ગ તો આ છે. એને પહોંચી વળી શકાય નહિ એટલે એમાં ફેરફાર કરવો, બીજી રીતે માનવું-મનાવવું એ કાંઈ વીતરાગનો માર્ગ છે? (નથી).
ભગવાન આત્મા શુદ્ધ છે. એના અનંત ગુણો શુદ્ધ છે. આવા અનંત ગુણોનો ધરનારો એક ચૈતન્ય મહાપ્રભુ એકનું જ મનન વા તે એકની જ એકાગ્રતા તે મુનિ છે. જુઓ, આ મુનિ અને આ મોક્ષમાર્ગ કહ્યો. પણ પંચમહાવ્રત પાળે અને નગ્ન રહે માટે મુનિ એમ નથી કહ્યું. સૂક્ષ્મ વાત છે ભાઈ! એકલું ત્રિકાળ, નિત્ય, નિરાવરણ, અખંડ, એક, શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ જે નિજ પરમાત્મદ્રવ્ય તેનું મનન અર્થાત્ તેમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે મુનિ છે. આ મનનમાત્ર ભાવસ્વરૂપ મુનિની વ્યાખ્યા છે. તેને મુનિ કહીએ, શુદ્ધ કહીએ, પરમાર્થ કહીએ, કેવળી કહીએ વા સમય કહીએ એ બધું એક જ છે.
હવે છટ્ઠો બોલઃ-‘પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે.’
લ્યો, જ્ઞાનની પ્રગટતા માટે પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. પોતાનું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ જે છે એમાંથી જ જ્ઞાનની પરિણતિ આવે છે; એને કોઈ અન્યની સહાય કે મદદની અપેક્ષા-જરૂર નથી. એની પર્યાય-પરિણતિ આત્મસન્મુખ-સ્વસન્મુખ હોતાં જ શુદ્ધ છે, જ્ઞાની છે.
પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. અહીં શાસ્ત્રોનું ઘણું જ્ઞાન-ભણતર હોય માટે જ્ઞાની છે એમ નહિ પણ એની પરિણતિ જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. જેમ વસ્તુ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ છે તેમ એની પરિણતિ, એની વ્યક્તતાનો અંશ પણ જ્ઞાનસ્વરૂપ છે અને તેથી જ્ઞાની છે. અહીં વ્યક્ત અંશ જે પર્યાય તે જ્ઞાનમય છે પણ રાગમય કે વિકલ્પમય નથી તેથી જ્ઞાની છે એમ કહ્યું છે. અહો! ગાથાએ ગાથાએ અને શબ્દે શબ્દે કેટકેટલા ભાવ ભર્યા છે. આ સમયસાર તો જગતનું અજોડ ચક્ષુ છે!
કહે છે-એક સમયમાં કેવળજ્ઞાન અને અનંત આનંદની લબ્ધિ પ્રગટ કરી શકે એવા અનંત સામર્થ્યવાળો તું ભગવાન છો. બાપુ! તું એને અલ્પ અને અધૂરો કેમ માને છે? એનું જે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદનું સ્વરૂપ છે તેની તદ્રૂપ પરિણતિ થતાં તે જ્ઞાની છે. જ્ઞાની એટલે બહારનું ખૂબ જાણે અને શાસ્ત્રો ઘણાં ભણ્યો હોય