છોડી નગ્ન દિગંબર મુનિ થયો, પણ અંતરમાં ચિદાનંદ ચૈતન્યમૂર્તિ ભગવાન જે પોતે બિરાજે છે તેનો પક્ષ ન લીધો, તેનું લક્ષ કરી આશ્રય ન કર્યો. મહાવ્રતાદિ ક્રિયાકાંડના ફળમાં અનંતવાર સ્વર્ગમાં ગયો પણ આત્મદ્રષ્ટિ વિના ત્યાંથી પાછો નરક, તિર્યંચ આદિ નીચી ગતિમાં ગયો. આમ અનાદિથી જન્મ-મરણ કર્યાં પણ તેનો અંત આવે એવું કાંઈ કર્યું નહીં. ધંધો કરવો, વેપાર કરવો, કમાવું, પરિવારનું પાલન કરવું, છોકરાં પરણાવવાં ઇત્યાદિ અનેકરૂપ પાપના-હિંસાના ભાવ સેવી એના ફળમાં દુઃખી થઈને રખડયો એ તો ઠીક; પણ શુદ્ધનયના આશ્રય વિના અનંતવાર શુભભાવ કરી પુણ્યબંધન કરી ચાર ગતિમાં રખડયો છે. અરે! નરક, નિગોદની વેદનાની શી વાત? પણ તે ભૂલી ગયો છે, ભાઈ!
ભાઈ, અનંત અનંત ચોરાસીના અવતારમાં તું અનેકવાર અબજોપતિ શેઠ થયો, સ્વર્ગનો દેવ થયો અને સાતમી નરકનો નારકી પણ થયો બ્રહ્મદત્ત ચક્રવર્તીની શાસ્ત્રમાં વાત આવે છે. તે છ ખંડનો સ્વામી હતો, છન્નુ હજાર રાણીઓ હતી. સોળ હજાર દેવો એની સેવામાં રહેતા. રત્ન-મણિ અને હીરાના પલંગમાં એ પોઢતો. એના વેભવની શી વાત! તે બ્રહ્મદત્ત ચક્રવર્તી આયુસ્થિતિ પૂરી થતાં સાતમી રૌરવ નરકે ઉપજ્યો. અહીં સાતસો વર્ષનું આયુષ્ય હતું. અહીંથી મરીને ત્યાં નરકમાં ૩૩ સાગરોપમ આયુષ્યની સ્થિતિમાં ઉપજ્યો. એક શ્વાસના મિથ્યાત્વની પ્રધાનતાપૂર્વકના અશુભના ફળમાં અગિયાર લાખ છપ્પન હજાર પલ્યોપમનું નરકનું દુઃખ ત્યાં પ્રાપ્ત થયું. અહા! નરકની અકથ્ય વેદનાનું કથન કેમ કરવું?
આમ શુદ્ધનયનો પક્ષ નહીં થવાથી જીવ અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. શુદ્ધનયનો ઉપદેશ પણ દેનાર કોઈ નથી. વ્રત કરો, દયા પાળો-એમ વ્યવહારનો ઉપદેશ તો ઠામઠામ દેનારા છે, પણ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય એકમાત્રના આલંબનથી ધર્મ થાય છે એમ ઉપદેશ કરનાર કયાંક છે, કદાચિત્ કોઈ યથાર્થ ઉપદેશદાતા મળ્યા પણ ખરા; તો તેમની વાત અંતરમાં ગ્રહણ કરી નહીં અને તેથી ભવભ્રમણ મટયું નહીં.
આવા ભવભ્રમણના દુઃખથી મુક્ત થવા ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો છે કે-‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે.’ જુઓ, વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ અરિહંત પરમાત્મા બિરાજે છે. ત્યાં ૐધ્વનિના ધોધ વરસે છે. એ દિવ્યવાણી સાંભળવા સ્વર્ગના ઇન્દ્રો આવે છે. પહેલા દેવલોકને સૌધર્મ દેવલોક કહેવાય છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. એકેક વિમાનમાં અસંખ્ય દેવો છે. તે બત્રીસ લાખ વિમાનોનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર છે. તે સમ્યગ્દ્રષ્ટિ છે. તેની ઇન્દ્રાણી શચી છે. તે પણ સમકિતી છે. બન્ને એક ભવ કરી મોક્ષ