Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1583 of 4199

 

૧૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તે ગુણના કારણે આત્મા પરને ગ્રહતો નથી અને છોડતો ય નથી. આવું વસ્તુનું-આત્માનું સ્વરૂપ છે તેને સ્વરૂપમાં એકાગ્ર થઈને યથાર્થ જાણવું તે જ્ઞાન છે.

‘જ્ઞાન તેમનું જ્ઞાન છે’ (હરિગીત) એમ-કહ્યું ને? એનો અર્થ શું? કે આત્મા જે સદાય વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપે છે એના પરિણમનમાં વીતરાગ-વિજ્ઞાનનું થવું, જ્ઞાનરૂપે પરિણમવું એ જ્ઞાન છે. એ જ્ઞાન વીતરાગી પર્યાય છે. આવો વીતરાગ માર્ગ છે. જ્ઞાનની સાથે રાગને ભેળવે એ વીતરાગ માર્ગ નથી. સમજાણું કાંઈ...?

બે બોલ થયા. હવે ત્રીજોઃ-‘રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે.’

જુઓ, પંચમહાવ્રતના પરિણામ, ૨૮ મૂલગુણના પાલનનો વિકલ્પ ઇત્યાદિ છે તે રાગ છે. લોકોને ખબર નથી એટલે એને ધર્મ માને છે. અવ્રત છે તે પાપ છે અને વ્રત છે તે પુણ્ય છે; બેમાંથી એકેય ધર્મ નથી. એ બેયના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતર-એકાગ્ર થઈ જ્યાં પરિણમે છે. ત્યાં સહેજે રાગરૂપે થતો નથી; એ પરિણમન જ રાગના અભાવસ્વરૂપ છે અને તે સમ્યક્ચારિત્ર છે. આ રાગ છે તેને હું છોડું છું એમ નહિ, પણ સ્વરૂપમાં પરિણામ મગ્ન થઈ સ્થિત થતાં જ ત્યાં રાગની ઉત્પત્તિનો અભાવ હોય છે અને એવું સ્વરૂપના આચરણરૂપ ચારિત્ર છે તે જ વીતરાગી ચારિત્ર છે.

હવે આવી વાત સમજે નહિ અને બેસી ગયા ચારિત્ર લઈને. એકે લુગડાં ફેરવ્યાં અને બીજા નગ્ન થઈ ગયા. પણ એથી શું? બેમાંથી એકેનેય ચારિત્ર નથી, ધર્મ નથી. શ્વેતાંબરમાં સાધુને ૨૭ મૂલગુણ કહ્યા અને દિગંબરમાં ૨૮; પણ એ તો બન્નેય વિકલ્પ છે, રાગ છે એ કયાં ચારિત્ર છે? ચારિત્ર તો રાગના અભાવસ્વરૂપ આત્માનું આત્મરૂપ-વીતરાગરૂપ પરિણમન છે. ચાહે વ્રતાદિના વિકલ્પ હો કે ગુણ-ગુણીનો ભેદરૂપ વિકલ્પ હો કે નવતત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનનો વિકલ્પ હો; એ સર્વ રાગ છે, અચારિત્ર છે અને એને ચારિત્ર માને એ મિથ્યાત્વ છે.

અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન હોય એવી રાગના ત્યાગરૂપ આનંદની દશારૂપે આત્માનું થવું એ ચારિત્ર છે. આ ટૂંકી ને ટચ વાત છે કે-પરથી ખસ અને સ્વમાં વસ. બસ સ્વમાં વસવું એ ચારિત્ર છે. ભાઈ! જો ચારિત્રની ભાવના છે તો વ્રતાદિના વિકલ્પથી ખસી જા અને ચૈતન્યસ્વભાવમાં આવી જા. અરે! પણ સ્વભાવની જેને ખબર ન હોય તે કયાં આવે અને કયાં જાય? એ તો સંસારમાં જ રખડે છે. શું થાય? મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર છે. વ્યવહારરત્નત્રય એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. હવે કહે છે-

‘તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું