Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1608 of 4199

 

સમયસાર ગાથા ૧પ૭ થી ૧પ૯ ] [ ૧૪૭ છે, [तथा] તેવી રીતે [मिथ्यात्वमलावच्छन्नं] મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું [सम्यफ्‍त्वं खलु] સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે [ज्ञातव्यम्] એમ જાણવું. [यथा] જેમ [वस्त्रस्य] વસ્ત્રનો [श्वेतभावः] શ્વેતભાવ [मलमेलनासक्तः] મેલના મળવાથી ખરડાયો થકો [नश्यति] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [तथा] તેવી રીતે [अज्ञानमलावच्छन्नं] અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું [ज्ञानं भवति] જ્ઞાન તિરોભૂત થાય છે [ज्ञातव्यम्] એમ જાણવું. [यथा] જેમ [वस्त्रस्य] વસ્ત્રનો [श्वेतभावः] શ્વેતભાવ [मलमेलनासक्तः] મેલના મળવાથી ખરડાયો થકો [निश्यति] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [तथा] તેવી રીતે [कषायमलावच्छन्नं] કષાયરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું [चारित्रम् अपि] ચારિત્ર પણ તિરોભૂત થાય છે [ज्ञातव्यम्] એમ જાણવું.

ટીકાઃ– જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે

મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું (-સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું-) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.

ભાવાર્થઃ– સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન

મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે; અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.

* * *

સમયસાર ગાથા ૧પ૭–૧પ૮–૧પ૯ઃ મથાળું

હવે પ્રથમ કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છે.

* ગાથા ૧પ૭–૧પ૮–૧પ૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘‘જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે-જેમ