૧પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ છે એમ નહિ. દિવ્યધ્વનિ તો નિમિત્તમાત્ર છે. અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે. આખો જ્ઞાનનો પિંડ પ્રભુ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપે અંદર જે બિરાજે છે તેનું જ્ઞાન-સ્વસંવેદનજ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે. આવું જ્ઞાનનું જ્ઞાન, શુભભાવ જે અજ્ઞાન છે, કર્મમળ છે તે વડે ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થવા પામતું નથી, ઘાત પામે છે.
હવે જ્ઞાનનું ચારિત્ર-એ ત્રીજી વાત. ‘જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.’
જુઓ, આ ચારિત્ર સાચુ કોને કહેવું? આત્મા જે જ્ઞાનસ્વરૂપે-આનંદસ્વરૂપે અંદર નિત્ય વિરાજે છે તેની અંતર્દ્રષ્ટિ કરી તેમાં અંતર્લીન થતાં-રમણતા કરતાં જે અતીન્દ્રિય આનંદનું- શાંતિનું વેદન થાય તે ચારિત્ર છે. ‘જ્ઞાનનું-ચારિત્ર’-એમ કહ્યું ને? અહીં જ્ઞાન એટલે આત્મા; એટલે આત્માનું ચારિત્ર જે અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનસ્વરૂપ છે તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે. પંચમહાવ્રત આદિ જે પુણ્યના પરિણામ તે મોક્ષના કારણરૂપ સ્વભાવ નથી. એ તો શુભરાગ છે, કષાયરૂપી મેલ છે. એ પંચમહાવ્રતાદિના પરિણામ તો જ્ઞાનના ચારિત્રને ઢાંકી દે છે-ઘાતે છે એમ કહે છે. હવે જે ઘાત કરે તે શું આત્માને લાભ (ધર્મ) કરી દે? (ન કરે). ભાઈ! પુણ્યના પરિણામ આત્માને લાભ કરે એમ જે માને છે એની તો મૂળ શ્રદ્ધામાં જ મોટો ફેર છે. એનું શ્રદ્ધાન વિપરીત છે તેથી એનું જ્ઞાન અને ચારિત્ર પણ વિપરીત એટલે મિથ્યા છે.
અહા! વ્રત કરો, તપ કરો, શીલ પાળો, ભક્તિ કરો, ઇત્યાદિ, તે વડે તમારું કલ્યાણ થશે; હવે આવો જેમનો ઉપદેશ છે, આવી જેમની પ્રરૂપણા છે તેમનું પોતાનું શ્રદ્ધાન મિથ્યા છે અને તેમનો એવો ઉપદેશ પણ મિથ્યા શ્રદ્ધાનનો પોષક છે. તેથી તો છહઢાલામાં કહ્યું કે-
પંચમહાવ્રતાદિ અનંતવાર પાળ્યાં અને ગ્રૈવેયક સુધી ગયો; પણ અંતરમાં આત્માનું જ્ઞાન પ્રગટ થયા વિના, અંતરની રમણતા થયા વિના લેશ પણ આનંદ ન આવ્યો. એનો અર્થ એ થયો કે પંચમહાવ્રતાદિના પરિણામ-રાગરૂપ બાહ્ય ચારિત્રના પરિણામ દુઃખરૂપ જ હતા; ભવભ્રમણ છેદવાના કારણરૂપ ન હતા. જુઓ! આ વીતરાગની વાણી અને વીતરાગનો માર્ગ! ભાઈ! માર્ગ તો આ છે બાપુ!
લોકો શાંતિથી સ્વાધ્યાય કરતા નથી. આવાં શાસ્ત્રો પડયાં છે એ તો વીતરાગ સમયસાર ગાથા-૧પ૭-૧પ૯ ] [ ૧પ૧