૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સોનગઢની છે. પણ ભાઈ! એથી તને શું લાભ છે? દુનિયા પાસે ભગવાનની વાણીનો પોકાર તો આ છે. તને ન બેસે તેથી સત્ય કાંઈ ફરી નહિ જાય. તારે જ સત્યને સમજી ફરવું પડશે.
જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેતવસ્ત્રનો શ્વેત-સ્વભાવ ઢંકાઈ જાય છે તેમ પરભાવસ્વરૂપ મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય નામનો જે કર્મમળ તે વડે મોક્ષના કારણસ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તિરોભૂત થઈ જાય છે. તેથી હવે કહે છે-‘માટે મોક્ષના કારણનું (- સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું-) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.’ મતલબ કે શુભભાવ-પુણ્યભાવરૂપ કર્મ મોક્ષના કારણનું ઘાતનશીલ હોવાથી ભગવાનની આજ્ઞામાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
પ્રશ્નઃ– રાગ (-શુભરાગ) મોક્ષના કારણરૂપ સ્વભાવનું નિશ્ચયથી ઘાતક છે, પણ વ્યવહારથી શું? વ્યવહારથી તો વ્યવહાર મોક્ષમાર્ગ છે ને?
ઉત્તરઃ– જુઓ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયના-સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રના પરિણામ તે વ્યવહાર. આ સદ્ભૂત વ્યવહાર છે. હવે શુદ્ધ રત્નત્રયના પરિણામ સ્વના હોવાથી એને નિશ્ચય કહ્યા તો તેને સહકારી વા નિમિત્ત જે બાહ્ય શુભરાગના પરિણામ તેને વ્યવહારથી વ્યવહારરત્નત્રય વા વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આ અસદ્ભૂત વ્યવહાર છે. એનો અર્થ શું? એનો અર્થ જ એ કે વ્યવહારરત્નત્રય મોક્ષમાર્ગ છે જ નહિ, એને મોક્ષમાર્ગ કહેવો એ તો કથનમાત્ર આરોપ-ઉપચાર છે. વાસ્તવમાં તો એ શુદ્ધ રત્નત્રયનો ઘાતક વિરોધી ભાવ જ છે, વેરી જ છે.
‘આત્માવલોકન’માં લીધું છે કે નિશ્ચયથી રાગ જ આત્માનો વેરી છે, કર્મ વેરી નથી. વિકારભાવ છે તે અનિષ્ટ છે અને એક આત્મસ્વભાવ જ ઇષ્ટ છે. વળી, કળશટીકા, કળશ ૧૦૮ માં ત્રણ બોલથી કહ્યું છે તે આવી ગયું કે-વ્યવહારચારિત્ર હોતું થકું તે દ્રુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે.
મૂળ આ પ્રરૂપણાનો ઉપદેશ ઘટી ગયો એટલે લોકોને એમ લાગે કે આ તો બધી નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે. પરંતુ ભાઈ! નિશ્ચય એ જ સત્ય છે અને વ્યવહાર તો ઉપચાર છે. છહઢાલામાં ત્રીજી ઢાલમાં પં. શ્રી દોલતરામજીએ કહ્યું ને કે-
નિશ્ચયમોક્ષમાર્ગ સત્યાર્થ છે અને એનું કારણ (બાહ્ય નિમિત્ત) વ્યવહાર મોક્ષમાર્ગ અસત્યાર્થ છે. ભાઈ! છહઢાલામાં તો જાણે ગાગરમાં સાગર ભરી દીધો છે! પણ લોકોને આખો દિ દુનિયાદારીની હોળી આડે આ વીતરાગી તત્ત્વને સાંભળવાનો,