૧પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છેઃ-
પહેલાં ત્રણ ગાથામાં (૧પ૭-૧પ૮-૧પ૯ માં) એમ કહ્યું કે વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ, આત્માની નિર્મળ પરિણતિ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ છે તેનો ઘાતક છે, તેથી મોક્ષમાર્ગમાં તેનો નિષેધ છે.
હવે અહીં આ ગાથામાં એ વ્રત, તપાદિના શુભભાવ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે, જડકર્મ છે એ તો દ્રવ્યબંધ છે. એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી પણ જીવની દશામાં જે રાગાદિ પરિણામ થાય છે તે ભાવબંધ છે. ભગવાન આત્મા અબંધસ્વરૂપ છે અને એ અબંધસ્વરૂપના આશ્રયે થતા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પણ અબંધસ્વરૂપ છે. જ્યારે વ્રતાદિનો શુભભાવ છે તે પોતે જ ભાવબંધ છે તેથી નિષેધવા લાયક છે-એમ અહીં સિદ્ધ કરે છેઃ-
‘જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્યવિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય,’...
શું કહ્યું? કે ભગવાન આત્મા જ્ઞાન અને દર્શનસ્વરૂપ છે. સામાન્ય જે દર્શન અને વિશેષ જે જ્ઞાન એ ચૈતન્યસ્વરૂપ આત્માનો સ્વભાવ છે. આવું જાણવા-દેખવાના સ્વભાવવાળું આત્મદ્રવ્ય શરીર, કર્મ અને શુભાશુભભાવથી ભિન્ન તત્ત્વ છે.
એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય ‘અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું-હોવાથી જ,.. .’
જુઓ, ઘણા વખત પહેલાં આ ગાથા પ્રવચનમાં ચાલતી હતી ત્યારે ઇંદોરથી શેઠ સર હુકમીચંદજી અને તેમની સાથે પંડિત શ્રી જીવંધરજી આવેલા હતા. પંડિતજીએ ત્યારે કહ્યું કે-મૂળ ગાથામાં ‘कम्मरएण’ શબ્દ છે અને એનો અર્થ કર્મરજ વડે આત્મા ઢંકાએલો છે એમ થાય. ત્યારે કહ્યું કે એમ અર્થ નથી. જુઓ, ટીકામાં એનો અર્થ છે. ટીકામાં પાઠ એમ છે કે-‘પોતાના પુરુષાર્થના અપરાધથી ઢંકાયેલો’ અર્થાત્ ભાવકર્મથી આત્મા ઢંકાઈ ગયેલો છે. ભાવકર્મનું જે પરિણમન છે એ જ ભાવઘાતી છે. જડકર્મ છે એ તો માત્ર નિમિત્ત છે. જડને તો આત્મા અડતોય નથી. શરીર, મન, ઇન્દ્રિય અને જડ કર્મરજકણ વગેરેને તો ભગવાન આત્મા કોઈ દિ અડયોય નથી. અરૂપી આત્મા રૂપીને અડે કયાંથી? (અડે તો બંને એક થઈ જાય).
જડકર્મના ઉદયકાળમાં આત્મા પોતે પરને જાણવામાં રોકાઈ જાય છે અને ત્યારે તેને શુભ અને અશુભ ભાવો થાય છે. એ શુભાશુભ ભાવ તે ભાવઆવરણ છે. કર્મ- સમયસાર ગાથા ૧૬૦ ] [ ૧પ૭