સમયસાર ગાથા ૧૬૦ ] [ ૧૬૧ જાણનાર એવા પોતાને (-આત્માને) જાણતો નથી એમ કહ્યું છે. (પોતાને જાણવું એ મુખ્ય છે કેમકે પોતાને જાણે છે તે સર્વને જાણે છે અને પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી). સમજાણું કાંઈ...?
અહા! જેની સભામાં ઇન્દ્રો તથા ગણધરો બેઠેલા હોય એવા ભગવાન જ્યાં બિરાજે છે તે ક્ષેત્રથી વર્તમાનમાં વિરહ પડયો! જંબૂદ્વીપના પૂર્વ વિદેહમાં અત્યારે સાક્ષાત્ સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે. તેમની પાસે ભગવાન કુંદકુંદાચાર્ય સંવત્ ૪૯ માં ગયા હતા, આઠ દિવસ ત્યાં રહ્યા હતા. સદેહે સાક્ષાત્ પરમાત્માની જાત્રા કરી હતી અને ભગવાનની વાણી સાંભળી હતી. શ્રુતકેવળી ભગવંતો સાથે પણ ચર્ચા કરી હતી. અને ભરતમાં પાછા આવી ભગવાનનો જે સંદેશ લાવ્યા હતા તે આ શાસ્ત્રમાં પ્રગટ કર્યો છે. અહો કુંદકુંદાચાર્ય! અહો સમયસાર! આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. એવા આ સમયસારની ટીકા ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે. શું ટીકા છે! એકલાં અમૃત રેડયાં છે. આવે છે ને કે-
અહો! ત્રણ લોકના નાથનો સંદેશો પ્રગટ કરીને -જાહેર કરીને આચાર્ય ભગવંતોએ પરમામૃત વરસાવ્યાં છે. એક એક ગાથામાં કેટકેટલું ભર્યું છે, હેં!
પહેલાં આવ્યું હતું કે -રાગ એ મોક્ષના માર્ગની પરિણતિનું ઘાતક છે. હવે કહે છે કે રાગ પોતે બંધસ્વરૂપ છે અને તેથી તેનો નિષેધ છે. સર્વને જાણવા-દેખવાનો સ્વભાવ તો અબંધસ્વરૂપ છે. આવો અબંધસ્વરૂપ ભગવાન આત્મા રાગમાં રોકાવાથી પોતાને જાણતો નથી; અહા! સર્વ જ્ઞેયોને જાણનાર એવા પોતાને તે જાણતો નથી! પોતાને જાણતો નથી એમ કીધું, પણ સર્વજ્ઞેયોને જાણતો નથી એમ ન કીધું. કેમકે પોતાને જાણવું એ નિશ્ચય છે અને પરને જાણવું એ વ્યવહાર છે.
સર્વને એટલે સ્વ અને પરને (એકલા પરને એમ નહિ) જાણનાર-દેખનાર એવો ભગવાન આત્મા પોતે રાગમાં રોકાઈ રહીને પોતાને નહિ જાણતો થકો પ્રત્યક્ષ અજ્ઞાનભાવે પ્રવર્તે છે. જુઓ, આ બંધસ્વરૂપને સિદ્ધ કરે છે. એ શુભભાવ અને શુભભાવમાં રોકાઈ રહેવું એ બંધસ્વરૂપ છે, અજ્ઞાનસ્વરૂપ છે. તે જે રાગમાં વર્તે છે તે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવરૂપ દશા છે. રાગમાં જાણવાની શક્તિ કયાં છે? શુભરાગ હો તોપણ તે પોતાને કે આત્માને જાણતો નથી. રાગ તો સર્વ અચેતન, અજ્ઞાનમય જ છે.