૧૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નથી. આત્માનું વિકારી-અશુદ્ધ પરિણમન કર્મને લઈને થાય છે એમ નથી; તેમ દ્રવ્ય-ગુણને લઈને થાય છે એમ પણ નથી, કેમકે દ્રવ્ય-ગુણ તો સદાય શુદ્ધ-નિર્મળ છે. ત્યાં પંચાસ્તિકાયમાં અસ્તિકાય સિદ્ધ કરવું છે ને? સત્ને અહેતુક સિદ્ધ કરવું છે. તેથી વિકારી પર્યાયનું પરિણમન પણ પોતાના કર્તા, કર્મ આદિ ષટ્કારકોને લીધે પરથી નિરપેક્ષ સ્વતંત્ર છે એમ ત્યાં કહ્યું છે.
અહીં કહે છે કે-પોતાના અપરાધથી રાગમાં રોકાણો એ મિથ્યાત્વભાવ છે. અરે ભગવાન! સ્વભાવમાં-ચૈતન્યસ્વરૂપમાં આવવું જોઈએ. એને ઠેકાણે રાગમાં રોકાણો એ મિથ્યાદર્શન છે. આવી વાત છે.
પ્રશ્નઃ– તો સમકિતીને પણ પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ તો હોય છે?
ઉત્તરઃ– હા, સમકિતીને પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ શુભરાગ હોય છે. પણ તેને તે મોક્ષનું કારણ થાય છે એમ નથી. જેટલો શુભરાગ છે તેટલો તો બંધનું જ કારણ છે. વળી તેને જે રાગ આવે છે તેમાં તે રોકાઈને રહેતો નથી પણ એના જાણનાર-દેખનાર સ્વરૂપે રહે છે. એને રાગનું સ્વામિત્વ કે રાગમાં અહંબુદ્ધિ નથી. જેટલો રાગ છે તે તેને ચારિત્રનો દોષ છે એને એટલો (અલ્પ પણ) બંધ જ છે. ભાઈ! શુભરાગના-વ્યવહારના કારણે આત્માને મોક્ષનું કારણ પ્રગટે એવો આત્માનો સ્વભાવ જ નથી.
જ્યારે દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષા હોય ત્યારે જ્ઞાની નિરાસ્રવ અને નિર્બંધ છે એમ કથન આવે છે. જ્યારે જ્ઞાનની અપેક્ષા લઈએ ત્યારે જેટલે અંશે જ્ઞાની રાગદ્વેષભાવે પરિણમે એટલો એનો અપરાધ છે એમ તે જાણે છે. એ અપરાધ પોતાની (પર્યાયની) સત્તામાં છે. વળી જ્યારે ચારિત્ર અપેક્ષાથી કહીએ ત્યારે એ રાગના પરિણામ ઝેર છે એમ કહેવાય. રાગ દ્રષ્ટિની અપેક્ષાએ પર છે, જ્ઞાનની અપેક્ષાએ પોતાનું જ્ઞેય છે અને ચારિત્રની અપેક્ષાએ ઝેર છે. અહો! આવા પરમામૃતની વાત બીજે કયાંય નથી. બાપુ! બીજે તો બધો મૂળથી ફેરફાર થઈ ગયો છે. ભાઈ! શું કરીએ! વીતરાગ પરમેશ્વરનો આ માર્ગ લોકોને યથાર્થ સાંભળવામાં- સમજવામાં આવ્યો નથી!
ભગવાન! તું પરમાત્મસ્વરૂપ છો. જેમ પરમેશ્વર-પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાયપણે છે તેમ તું સર્વજ્ઞ-સર્વદર્શી ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ છો. આવા ત્રિકાળી દ્રવ્યસ્વરૂપને ન જોતાં રાગને જોવામાં અટકયો છે તેથી સર્વ પ્રકારે સંપૂર્ણ-અનંતજ્ઞાન, અનંતસુખ ઇત્યાદિ અનંત સામર્થ્યથી ભરેલા અનંતગુણમંડિત પરિપૂર્ણ-એવા આત્માને (પોતાને) જાણતો નથી; સર્વ પ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. જુઓ, અહીં રાગમાં રોકાયેલો જીવ સર્વજ્ઞેયોને જાણતો નથી એમ ન કહ્યું પણ સર્વજ્ઞેયોને