સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૬૯
मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः।
विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं
ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च।। १११ ।।
પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યગ્જ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધી નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો- શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦.
હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છેઃ-
કર્મનયના પક્ષપાતી) પુરુષો ડુબેલા છે [यत्] કારણ કે [ज्ञानं न जानन्ति] તેઓ જ્ઞાનને જાણતા નથી. [ज्ञाननय–एषिणः अपि मग्नाः] જ્ઞાનનયના ઇચ્છક (અર્થાત પક્ષપાતી) પુરુષો પણ ડુબેલા છે [यत्] કારણ કે [अतिस्वच्छन्दमन्द–उद्यमाः] તેઓ સ્વચ્છંદથી અતિ મંદ- ઉધમી છે (સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). [ते विश्वस्य उपरि तरन्ति] તે જીવો વિશ્વના ઉપર તરે છે કે [ये स्वयं सततं ज्ञानं भवन्तः कर्म न कुर्वन्ति] જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતાપરિણમતા થકા કર્મ કરતા નથી [च] અને [जातु प्रमादस्य वशं न यान्ति] કયારેય પ્રમાદને વશ પણ થતા નથી (-સ્વરૂપમાં ઉધમી રહે છે).
અભિપ્રાય જ મિથ્યાત્વ છે.
કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે-તેનો પક્ષપાત કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો-જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન્ન છે તેઓ-સંસારમાં ડૂબે છે.
વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદિ મિથ્યાદ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી