૧૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સમરસીભાવરૂપ પરિણામ છે, અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય એટલે શુભાશુભભાવ છે. આ વ્રતાદિના શુભભાવ છે તે ચારિત્રના રોકનાર છે. શુભભાવનો વ્યવહાર કહો, કષાય કહો કે ચારિત્રનો વિરોધી પરિણામ કહો-એ બધું એકાર્થવાચક છે. હવે આમ છે છતાં કેટલાક કહે છે-શુભભાવથી ચારિત્ર થાય છે. પણ જે ચારિત્રને રોકનાર છે તે ચારિત્રને ઉત્પન્ન કેવી રીતે કરે? ભાઈ! પુણ્યના ભાવ, શુકલલેશ્યાના પરિણામ તો તેં અનંતવાર કર્યા અને નવમી ગ્રૈવેયક ગયો. પણ તેથી શું? અભવીને પણ શુકલ લેશ્યાના પરિણામ તો હોય છે. એ કયાં મોક્ષના કારણરૂપ ચારિત્ર છે? અહીં તો કહે છે-એ (શુભભાવ) ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી છે. ભગવાનનો-જિનેશ્વરદેવનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આવી વાત દિગંબર સિવાય બીજે કયાંય નથી.
પરમાત્મા ત્રિલોકનાથ કહે છે કે-આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ સદાય સિદ્ધ સમાન પરમેશ્વર છે; હમણાં પણ હોં. સિદ્ધમાં જેમ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ પ્રગટ છે તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વભાવ સદા વિદ્યમાન છે. આવા સ્વભાવમાં અંતર્લીન થઈ રમવું અને પ્રચુર આનંદનો અનુભવ કરવો એનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષનું કારણ છે. તેને રોકનારો કષાય છે. કષ્-એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે.
શુભભાવ છે તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે, કેમકે જગપંથ છે ને? સમયસાર નાટકમાં મોક્ષદ્વારમાં ૪૦ મા પદ્યમાં કહ્યું છે કે-
પંચમહાવ્રતના શુભરાગનો વિકલ્પ જગપંથ એટલે સંસારપંથ છે. એનાથી ભિન્ન જે આત્માનો અનુભવ છે તે મોક્ષનું કારણ છે.
ભાઈ! અનંતકાળ પરિભ્રમણ કરતાં ગયો પણ હજુ ભવનો અંત ન આવ્યો. ભવ- ભવ-ભવ; કદીક મનુષ્યના તો કદીક તિર્યંચના તો કદીક દેવના ને કદીક નરકના-એમ દરેકના અનંત-અનંત ભવ કર્યા પણ રે! જન્મ-મરણનો અંત ન આવ્યો! ઘણાં પાપ કરે તો નરકમાં જાય, માયા-કપટ કરે તો તિર્યંચમાં-ઢોરમાં જાય, કદીક કષાયની મંદતા અને સરળ પરિણામ ધરે તો મનુષ્ય થાય, અને વ્રત, તપ, શીલ આદિના વિશેષ શુભપરિણામ કરે તો દેવ થાય. પણ એ ચારે ગતિ સંસાર છે, દુઃખરૂપ છે. દેવને પણ એનું સુખ વિષયને આધીન હોવાથી દુઃખ જ છે. વિષય-ભોગના પરિણામ છે તે રાગ છે અને રાગ છે એ દુઃખ જ છે.
આત્મા અંદર એકલા આનંદનું ધામ છે. એ પરમાં સુખ શોધવા જાય છે એ