Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1652 of 4199

 

સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૯૧ છે. અહીં કહે છે કે એને (જ્ઞાનને) પ્રગટતું કોણ રોકી શકે? જ્યાં કોઈની-વ્યવહારની અપેક્ષા નથી ત્યાં કોણ રોકી શકે?

કેટલાક લોકો કહે છે કે-શું આવો ધર્મ હોય? એમ કે વ્રત કરવાં, તપ કરવાં, દયા કરવી, સમ્મેદશિખરની જાત્રા કરવી ઇત્યાદિ બધું કહો તો એમાં તો સમજણ પડે, પણ આ તે કેવો ધર્મ? તેને કહે છે કે-ભાઈ! જેને તું ધર્મ માને છે એ તો બધો રાગ છે, કર્મ છે. એનાથી કદીય ધર્મ થાય નહિ. ધર્મ તો સ્વભાવના આશ્રયે જ થાય. સ્વભાવનો આશ્રય કરવાથી ધર્મ આપોઆપ પ્રગટ થાય છે.

એટલે એ રાડો પાડે છે કે-એકાન્ત છે, એકાન્ત છે. વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એવો એને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે ને? એટલે એકાન્ત છે, એકાંત છે એમ રાડો પાડે છે.

પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. સ્વદ્રવ્યના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના - રાગના આશ્રયે ધર્મ ન થાય એમ સાચો અનેકાન્ત છે.

આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો તો એકકોર રહ્યાં. એ તો એના (-આત્માના) દ્રવ્ય- ગુણ કે પર્યાયમાં એક સમયમાત્ર પણ નથી. પરંતુ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભભાવનું એની પર્યાયમાં એક સમય માટે અસ્તિત્વ છે. અહીં કહે છે-એ શુભભાવનું લક્ષ છોડી દઈને અંદર જ્ઞાયકસ્વભાવી આત્મામાં એકાગ્ર થવાથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સહજ પરિણમન થાય તે ધર્મ છે, મોક્ષનું કારણ છે. આ સમ્યક્ એકાન્ત છે. અને બીજા જે વ્રત, તપ આદિ શુભરાગ કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટ થાય એમ કહે છે તે મિથ્યા એકાન્ત છે.

પ્રશ્નઃ– કોઈ એમ માને કે એનાથી (વ્રતાદિના શુભભાવથી) ન થાય પણ એના (વ્રતાદિના શુભભાવ) વિના પણ ન થાય-એમ તો અનેકાન્ત છે ને?

ઉત્તરઃ– ના; એ મિથ્યા અનેકાન્ત છે. એના વગર જ થાય; એનો અભાવ કર્યો તો એના વગર જ થયું ને? ‘કર્મને દૂર કરીને’-શબ્દ તો એમ છે. એનો અર્થ શું? કે રાગભાવને દૂર કરીને, સ્વભાવની સમીપમાં આવ્યો એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થયું. હવે એ નિર્મળ પરિણમન એના (શુભરાગના) વિના થયું છે. ભાઈ! સમ્યગ્દર્શનનો આશ્રય ત્રિકાળી દ્રવ્યસ્વભાવ છે, રાગાદિ નહિ. રાગાદિના આશ્રયે પરિણમે ત્યાં સુધી સમકિત થતું જ નથી. સમ્યક્ત્વાદિના નિર્મળ પરિણામ વ્યવહારના રાગથી તદ્ન નિરપેક્ષ છે, એટલે કે એ વ્યવહારના- રાગના લક્ષે થતું જ નથી.

આવી વાત છે; પણ અત્યારે પરંપરા બધી તૂટી ગઈ એટલે આ એકાન્ત લાગે છે. પણ માર્ગ તો આ છે, બાપુ! એની સમ્યક્ શ્રદ્ધાના પક્ષમાં આવવું પડશે. પહેલાં શ્રદ્ધાનો દોર સમજણમાં તો બાંધ કે રાગથી-પરદિશા તરફના વલણથી સ્વદિશા