Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1651 of 4199

 

૧૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એવું આનંદના ઉત્કટ રસથી સંકળાયેલું જ્ઞાન એટલે આત્માનું નિર્મળ પરિણમન આપોઆપ દોડતું આવે છે. જેણે, વર્તમાન પુણ્યના પરિણામ હોવા છતાં, પુણ્ય-પરિણામને ઓળંગીને જ્ઞાનની પર્યાયને દ્રવ્યમાં જોડી દીધી તેને તે પર્યાયમાં ઉત્કટ આનંદના રસનો સ્વાદ આવે છે, કેમકે મોક્ષમાર્ગની દશા સહજ આનંદના રસ સાથે સંકળાયેલી છે.

લૌકિકમાં તો કહે છે કે-પોતે યુવાન હોય, ૨પ-પ૦ લાખની સંપત્તિ હોય અને રોજની મોટી આવક હોય, પત્ની પણ રૂપાળી જુવાન હોય એટલે મનમાન્યા વિષયભોગ ભોગવતો તે સુખી છે. હવે ધૂળેય સુખી નથી, સાંભળને. વિષયોમાં કયાં સુખ છે? સુખ તો આત્મામાં છે. વિષયભોગમાં પડીને એણે તો આત્માને-આનંદના નાથને દુઃખમાં રગદોળી નાખ્યો છે. ભગવાન! એક મોક્ષમાર્ગની દશા જ આનંદના રસથી પ્રતિબદ્ધ છે, શુભાશુભ કર્મ નહિ. સમજાણું કાંઈ...

* કળશ ૧૦૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કર્મને દૂર કરીને,.. .’

આ પુણ્ય-પાપ અધિકાર છે ને! દયા, દાન, વ્રત, તપ આદિના ભાવ પુણ્યકર્મ છે. તેને દૂર કરીને, ‘પોતાના સમ્યક્ત્વાદિ સ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.’

જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘનસ્વભાવી વસ્તુ છે, એની નિર્મળ પ્રતીતિ, એની સન્મુખનું જ્ઞાન, અને એમાં રમણતા-તે-રૂપે પરિણમવાથી, તે-રૂપ થવાથી પૂર્ણ આનંદની પ્રાપ્તિરૂપ જે મોક્ષ તેના કારણરૂપ થતું જ્ઞાન (-આત્મા) આપોઆપ પ્રગટ થાય છે. આત્મા પુણ્ય-પાપના ભાવથી રહિત થઈને, પોતાના સ્વભાવના લક્ષે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થવાથી તે-રૂપે આપોઆપ પ્રગટ થાય છે. મતલબ કે તે-રૂપ પરિણમતાં એને કાંઈ પરની-નિમિત્તની કે વ્યવહારરત્નત્રયની અપેક્ષા નથી.

હવે કહે છે-‘ત્યાં પછી તેને કોણ રોકી શકે?’

જ્યાં રોકાઈ રહ્યો હતો તે પુણ્ય-પાપના ભાવને જ્યાં છોડી દીધા ત્યાં મોક્ષના કારણરૂપ જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. આપોઆપ એટલે વ્યવહારરત્નત્રયની અપેક્ષા વિના પ્રગટ થાય છે. જ્યાં કોઈની અન્યની અપેક્ષા નથી ત્યાં એને કોણ રોકી શકે? શુભાશુભ ભાવ જેણે દ્રષ્ટિમાંથી છોડી દીધા અર્થાત્ શુભાશુભભાવનું જેણે લક્ષ છોડી દીધું અને એક ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ ઉપર દ્રષ્ટિ સ્થાપીને તેનો આશ્રય કર્યો તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણમન આપોઆપ થયું કે જે મોક્ષનું કારણ