૨૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
પક્ષપાતી) પુરુષો ડૂબેલા છે, ‘यत्’ કારણ કે ‘ज्ञानं न जानन्ति’ તેઓ જ્ઞાનને જાણતા નથી.
જુઓ, કર્મ એટલે શુભભાવનું આલંબન લેનારા શુભકર્મના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે એટલે સંસારમાં ખૂંચેલા છે કેમકે તેઓ પોતે સદા ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમ જાણતા નથી. અહા! રાગને અવલંબનારા પુરુષો રાગરહિત પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને જાણતા નથી, અનુભવતા નથી અને તેથી તેઓ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ ભવસમુદ્રમાં ગોથાં ખાયા કરે છે. વળી કહે છે-
છે, ‘यत्’ કારણ કે ‘अतिस्वच्छन्दमन्द–उद्यमाः’ તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે.
જેઓ બહારથી માત્ર જ્ઞાનની વાતો કરે છે પણ દ્રષ્ટિ અને રમણતા જ્ઞાનમાં એટલે અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં કરતા નથી એવા જ્ઞાનના પક્ષપાતીઓ પણ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ સંસારમાં રખડે છે. તેઓ સ્વચ્છંદથી અતિ મંદ-ઉદ્યમી છે. એટલે એકલા સ્વચ્છંદથી જ્ઞાનની વાતો કરે છે પણ સ્વરૂપની પ્રાપ્તિનો અંતરસન્મુખતાનો પુરુષાર્થ કરતા નથી તેથી નિરુદ્યમી છે, પ્રમાદી છે; વિષય-કષાયમાં વર્તે છે અને સ્વસન્મુખતા દ્વારા સ્વરૂપ-પ્રાપ્તિનો વિચાર સરખો પણ કરતા નથી. કળશટીકામાં લીધું છે કે ‘મંદ-ઉદ્યમી’ એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ કરતા નથી. ખાલી જ્ઞાનની વાતો કરે છે, શુભથી દૂર રહે છે અને શુદ્ધનો વિચાર સરખો કરતા નથી તેઓ સ્વચ્છંદે પરિણમતા થકા અશુભમાં ચાલ્યા જાય છે અને ૮૪ ના અવતારમાં રઝળી મરે છે.
જેને દ્રષ્ટિને અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર કરવા પ્રતિ વલણ હજુ થયું નથી અને માત્ર જે કોરી જ્ઞાનની-આત્માની વાતો કરે છે તે પુરુષ મિથ્યાદ્રષ્ટિ છે. વળી સ્વભાવમાં દ્રષ્ટિની એકાગ્રતાનો વિચાર તો કરે છે પણ સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ નથી તો તે પણ સમ્યક્ત્વ- સન્મુખ મિથ્યાદ્રષ્ટિ છે. બેય વાત છે ને? અહીં બે પ્રકારના જીવો લીધા છે-એક શુભરાગની ક્રિયાને ધર્મ માનનારા અને બીજા જ્ઞાનની માત્ર કોરી વાતો કરનારા. એક શુભરાગની અનેક ક્રિયાઓમાં રોકાઈ રહીને મિથ્યાત્વસહિત હોવાથી સંસારમાં ડૂબે છે અને બીજા પુરુષાર્થરહિત પ્રમાદી થઈને વિષય-કષાયમાં સ્વચ્છંદે વર્તતા થકા સંસાર સમુદ્રમાં ડૂબે છે.
હવે કહે છે-‘ते विश्वस्य उपरि तरन्ति’ તે જીવો વિશ્વના ઉપર તરે છે કે ‘ये स्वयं सततं ज्ञानं भवन्तः कर्म न कुर्वन्ति’ જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા-પરિણમતા